કોરોનાના કારણે બેરોજગાર થયેલા લોકો માટે ખુશીના સમાચાર, મોદી સરકાર આપશે 2 વર્ષ સુધી રૂપિયા. બસ કરી લ્યો આ કામ

કોરોના વાયરસના કારણે આખી દુનિયા ઘરમાં કેદ થઇ ગઈ છે. ત્યારે આવી કપરી પરિસ્થતિમાં વેશ્વિકઅર્થતંત્ર પર મોટી અસર થઇ રહી છે. સાથે-સાથે ભારતના અર્થતંત્ર પર…

કોરોના વાયરસના કારણે આખી દુનિયા ઘરમાં કેદ થઇ ગઈ છે. ત્યારે આવી કપરી પરિસ્થતિમાં વેશ્વિકઅર્થતંત્ર પર મોટી અસર થઇ રહી છે. સાથે-સાથે ભારતના અર્થતંત્ર પર મોટી અસર થવાની છે. છેલ્લા બે મહિનાથી ઠપ્પ પડેલા અર્થતંત્ર વચ્ચે હવે લોકોની નોકરીઓ પર સંકટના કાળા વાદળ છવાયા છે. અનેક કંપનીઓમાં તો અત્યારથી જ લોકોને નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યાં છે. એક તો લોકો પાસે અત્યારે ખાવાના પૈસા ખૂટવા માંડ્યા છે અને સાથે-સાથે પોતાની નોકરી પણ ગુમાવા લાગ્યા.

જોકે આ સમસ્યા વચ્ચે મોદી સરકાર એક ખાસ યોજના તૈયાર કરી રહી છે. જેને અંતર્ગત કેન્દ્ર સરકાર બેરોજગાર બનેલા કર્મચારીઓને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી પૈસા આપતી રહેશે. મોદી સરકારની આ સ્કિમનું નામ છે ‘અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ’ યોજના.

આ યોજનાને અંતર્ગત જે વ્યક્તિની નોકરી છીનવાઈ જશે તેને સરકાર બે વર્ષ સુધી આર્થિક મદદ આપતી રહેશે. આ આર્થિક મદદ દર મહિને આપવામાં આવશે. બેરોજગાર વ્યક્તિને આ લાભ તેની છેલ્લા 90 દિવસની આવકના 25 ટકા બરાબર આપવામાં આવશે.

આ યોજનાનો લાભ સંગઠીત ક્ષેત્રના એ કર્મચારી જ ઉઠાવી શકશે જે ઈએસઆઈસીથી નોંધપાત્ર છે અને બે વર્ષ કરતા વધારે સમય સુધી નોકરી કરી ચુક્યા છે. આ ઉપરાંત આધાર અને બેંક એકાઉંટ ડેટા બેઝ સાથે જોડાયેલો હોય તે જરૂરી છે.

જે કોઈ પણ આ યોજનાનો લાભ લેવા માંગે તે સૌથી પહીલા ESICની વેબસાઈટ પર જઈને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.

તેના માટે સવિસ્તાર જાણકારી https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793e9098d125.pdf અહીં મળી રહેશે. જોકે આ યોજનાનો એ વ્યક્તિને લાભ નહીં મળે જેમને ખોટા આચરણના કારણે કંપનીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુનાહિત કેસ નોંધાયો હોય કે પછી સ્વેચ્છાએ નિવૃત્તિ લેનારા કર્મચારીઓને પણ આ યોજનાનો લાભ નહીં મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *