મુખ્યમંત્રીની જાહેરાત- રાજ્યના 72 લાખ લોકોને મળશે બે મહિનાનું ફ્રી રાશન અને ૫ હાજર રોકડા, જાણો કેવી રીતે મળશે લાભ

હાલ કોરોના સંકટની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી વાસીઓને ફ્રી રાશન અને આર્થિક મદદ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સીએમ કેજરીવાલે દિલ્હીના 72 લાખ…

હાલ કોરોના સંકટની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી વાસીઓને ફ્રી રાશન અને આર્થિક મદદ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સીએમ કેજરીવાલે દિલ્હીના 72 લાખ રાશન કાર્ડ ધારકોને બે મહિના સુધી ફ્રી રાશન અને ઓટો-રીક્ષા ચાલકોને 5000-5000ની આર્થિક મદદ આપવાની પણ વાત કહી છે.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, “દિલ્હીમાં રાશન કાર્ડધારકોને આગામી બે મહિના ફ્રી રાશન આપવામાં આવશે, દિલ્હીમાં લગભગ 72 લાખ રાશનકાર્ડ ધારક છે. તેનો મતલબ એ છે કે લોકડાઉન બે મહિના ચાલશે. આ દરમિયાન દિલ્હી સરકાર તમામ ઓટો અને ટેક્સી ચાલકોને 5000 રૂપિયા આપીને તેમની મદદ કરશે જેથી આ આર્થિક તંગીના સમયમાં તેમને થોડી મદદ મળી શકે.”

જાણવા મળ્યું છે કે, દિલ્હીના લગભગ દોઢ લાખ ઓટો ચાલકો અને ટેક્સી ચાલકોને લાભ મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગયા અઠવાડિયે મજૂરોને પણ મદદ આપવામાં આવી છે. લોકડાઉનના કારણે ગરીબ લોકો માટે આર્થિક સંકટ ઉભુ થયું છે. જેથી ગયા અઠવાડિયે અમે મજૂરોના ખાતામાં 5-5 હજાર રુપિયાની રકમ નાંખી હતી.

કેજરીવાલે તમામ પાર્ટીઓને પણ અપીલ કરી કે, મહામારીના આ સમયમાં તેઓ રાજનીતિ ન કરે અને જનતાની મદદ માટે હાથ લંબાવે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ લડત આપણા બધાની છે. આથી તેની સામે મળીને લડવું પડશે. તેમણે અપીલ કરી કે, બધા ધર્મના લોકો એકબીજાની મદદ માટે આગળ આવે.

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, બે મહિના સુધી મફતમાં રાશન મળવાનો અર્થ એ નથી કે લોકડાઉન બે મહિના સુધી ચાલશે. અમે તો ઇચ્છીએ છીએ કે સ્થિતિ સુધરે એટલે તરત જ લોકડાઉન દૂર કરવામાં આવે. સાથે જ તેમણે અપીલ કરી છે કે, કોરોનાના કારણે હાલ દિલ્હી માટે જયારે મુશ્કેલ સમય છે આ દરમિયાન જે લોકો મદદ કરવામાં સક્ષમ છે, તેમણે પણ લોકોની મદદ કરવી જોઈએ.

લોકોને ખાવાનું પહોંચાડવા, બેડ અથવા તો ઓક્સિજન અપાવવામાં મદદ કરો. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની બીજી લહેરથી દિલ્હીમાં પણ હાહાકાર મચ્યો છે. ખાસ કરીને દિલ્હીમાં ઓક્સિજનની અછતના કારણે સ્થિતિ વધારે બગડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *