દંગામાં શામેલ AAPના કોર્પોરેટરને અરવિંદ કેજરીવાલ આપશે ડબલ સજા- જાણો શું કહ્યું ?

ભારતની રાજધાની દિલ્હીના ચાંદબાગ વિસ્તારમાં થયેલી હિંસાના વીડિયોમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનને જોયા બાદથી કેજરીવાલ સરકાર ચારેબાજુથી વિવાદમાં ફસાઈ રહી છે. સવારેના સમયે તો આમ આદમી પાર્ટી તાહિરનો બચાવ કરતી દેખાઈ આવી હતી, પરંતુ સાંજ થતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચોખ્ખું કહી દીધુ કે, જો હિંસામાં તેમની પાર્ટીનો કોઈપણ દેખાય તો તેના પર ડબલ કાર્યવાહી થવી જોઈએ.

તાહિરના ઘરની છતની તપાસ દરમિયાન પેટ્રોલ બોમ્બ, પથ્થર અને ગુલેલ મળી આવ્યા હતા. જોકે, તાહિર પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે, સાથે-સાથે તેમણે જણાવતા કહ્યું હતું કે કેટલાક લોકો જબરદસ્તી તેના ઘરની છત પર ચઢી ગયા હતા અને તેમણે પોલીસને મદદ માટે પણ બોલાવી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આજે દિલ્હી હિંસા પર પ્રેસ કોન્ફરન્સ કરીને પીડિતો માટે વળતરની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે તાહિરના સંબંધમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, જો કોઈપણ વ્યક્તિ દોષી સાબિત થશે તો તેને કડક સજા આપવામાં આવવી જોઈએ. જો આમ આદમી પાર્ટીનો કોઈ વ્યક્તિ દોષી સાબિત થશે તો તેને બે ગણી સજા મળવી જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર કોઈ રાજકારણ ના થવું જોઈએ.

બુધવારે રાતે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કથિતરીતે સ્થાનિક કોર્પોરેટર તાહિર હુસૈન પોતાની અગાશી પર ઉપદ્રવીઓની સાથે હાથમાં દંડો લઈને દેખાયા હતા. અગાશી પરથી લોકો પેટ્રોલ બોમ્બ અને પથ્થર ફેંકી રહ્યા હતા. આ વીડિયો સામેના ઘરમાંથી કેટલાક લોકોએ બનાવ્યો હતો.

વીડિયોના બેકગ્રાઉન્ડમાંથી અવાજો આવી રહ્યા હતા, જેમાં કેટલાક લોકો એવું કહી રહ્યા હતા કે, જુઓ તાહિર કેટલાક છોકરાઓને બોલાવીને પથ્થર ભેગા કરાવી રહ્યા છે. જેથી રાત્રે ઉપરથી પથ્થરમારો કરી શકાય. તો બીજી તરફ તાહિર પર IB કર્મચારી અંકિત શર્માની હત્યાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *