સોસીયલ મીડિયા પર અવારનવાર ચોંકાવનાર ખુલાસા થતા રહેતા હોય છે. આ વર્ષ દરમિયાન ફિલ્મ જગતમાંથી ઘરેલુ હિંસાના કેટકેટલાય કેસ નોંધવામાં આવ્યા છે. સેલેબ્સે આગળ આવીને તેમની સાથે બનેલ ઘટના જણાવી હતી. કેટલાક કેસ તો કોર્ટ તથા પોલીસ સુધી પણ પહોંચી ગયા હતા.
હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે એટલે કે ફરી એકવાર નવો કિસ્સો સામે આવ્યો છે. એકતા કપૂરના અલૌકિક ટીવી શો નાગિનમાં જોવા મળેલ અભિનેત્રી આરઝુ ગોવિત્રિકરે તેના પતિ વિરુદ્ધ છૂટાછેડાનો કેસ દાખલ કરાવ્યો છે. આરજુ હવે તેના પતિ સિદ્ધાર્થ સબરવાલથી અલગ રહેવા માંગે છે.
વર્ષ 2019 માં, આરઝુ ગોવિત્રિકરે પતિ સિદ્ધાર્થ સબરવાલ પર હુમલો કરવાનો આક્ષેપ મુક્યો હતો. વરલી પોલીસ સ્ટેશનમાં સિદ્ધાર્થની વિરુદ્ધ કેસ નોંધાવતી વખતે એવું જણાવ્યું હતું કે, તેણે દારૂના નશામાં તેની પર હુમલો કર્યો હતો. આરજુ ગોવિત્રિકર જણાવે છે કે, રાત્રે 4 વાગ્યે તેનો પતિ તેને બાથરૂમમાં લઈ ગયો હતો તેમજ તેની સાથે મારપીટ કરી હતી.
2 વર્ષ બાદ આર્જુ ગોવિત્રિકરે આ સમગ્ર મામલે ખુલ્લેઆમ વાત કરી છે. આની સાથે જ આરઝુ ગોવિત્રિકર જણાવે છે કે, ‘હા, એ સાચું છે કે હું મારા પતિથી છૂટાછેડા લઈ રહી છું. હવે હું થાકી ગઈ છું. હવે હું પાછી ફરવાની નથી. આ સંબંધને બચાવવા માટે મેં મારું આત્મસન્માન પણ ગુમાવ્યું છે.
મેં ક્યારેય પણ મીડિયા સાથે આ અંગે વાત કરી નથી. 2 વર્ષ બાદ હાલમાં હું આ અંગે વાતચિત કરી રહી છું. તે માણસે મને ગરદન પકડીને ઘસેટી હતી. તેણે મને ખૂબ મારી હતી. આની સાથે જ તેણે મને ઘરમાંથી પણ બહાર કાઢી મુકી હતી. આ માણસે મને પેટમાં પણ લાત મારી હતી.
આટલું જ નહીં તેણે મને પટ્ટાથી પણ માર માર્યો હતો. હું ઇચ્છતી ન હતી કે, કોઈ મને આ હાલતમાં જુએ. સિદ્ધાર્થ મને ખરાબ રીતે અપશબ્દો બોલતો હતો. તે મને તેના ઘરની નોકરાણી કહેતો હતો. જેને લીધે હું રાત્રે ઉંઘી પણ ન શકતી હતી. રાત્રે ખુબ ભય લાગતો હતો. લગ્નના 2 વર્ષ બાદ તેણે મને મારવાનું શરૂ કરી દીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.