હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અતિભારે વરસાદને કારણે રોડ પલળી જવાથી સરકારને કુલ 400 કરોડ રૂપિયાનું નુકશાન ભોગવવું પડ્યું હતું. ત્યારબાદ હાલમાં સરકારને લાભ થયો હોય એવાં જ એક સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે.
રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં પડેલ જપ્ત થયેલ વાહનોનું વેચાણ કરી દેવામાં આવે તો કુલ 162 કરોડ કરતાં વધારે આવક સરકાર મેળવી શકે એમ છે, જેને કારણે પોલીસ સ્ટેશનો પણ નવાનક્કોર બની જશે. જો, કે આની માટે ભંગાર થઈ ચૂકેલ સિસ્ટમને બદલવાની પણ જરૂર રહેલી છે.
સમગ્ર રાજ્યમાં કુલ 28,749 વાહનો જપ્ત થયેલ પડ્યાં છે. જે હાલમાં ભંગાર બની પડયા છે. પોલીસ એમ કહીને હાથ ઊચા કરી દે છે, કે અમે કાયદો તેમજ વ્યવસ્થા સંભાળીએ કે આ બધું કરીએ ? સરકારનાં બીજા વિભાગોને આ કામમાં કોઈ જાતનો રસ રહ્યો નથી.
આ ખડકલા પાછળ રહેલ કુલ 5 મુખ્ય કારણ :
ઘણાં બુટલેગરોનાં વાહનો રહેલાં છે, કે જેઓ પકડાયા બાદ છોડાવવાં માટે આવતા નથી.
ચોરી કરેલ વાહનો હોવાંથી માલિકને જાણ નથી હોતી કે એનું વાહન ક્યાં પડેલું છે. વાહનો પર ટેક્સ તથા દંડની રકમ વધુ હોવાંને કારણે માલિક ગાડી છોડાવવામાં રસ દાખવતાં નથી.
કોર્ટ કેસો પેન્ડિંગ હોવાંને કારણે વાહનોનો નિકાલ પણ થઈ શકતો નથી. ચોરી કરેલ વાહનોની ખરીદી કરવામાં કોઈ રસ લેતાં નથી.
ગાંધીનગરમાં 1780 વાહનો (અંદાજીત કિંમત 31.5 કરોડ), અમદાવાદમાં 6745 વાહનો (અંદાજીત કિંમત 49.5 કરોડ), સુરતમાં 9746 (અંદાજીત કિંમત 21.71 કરોડ), વડોદરામાં 1439 વાહનો (અંદાજીત કિંમત 2.5 કરોડ), રાજકોટમાં 2056 વાહનો (અંદાજીત કિંમત 10 કરોડ), દ.સૌરાષ્ટ્રમાં 844 વાહનો (અંદાજીત કિંમત 9 કરોડ), તાપી જીલ્લામાં 639 વાહનો (અંદાજીત કિંમત 8 કરોડ) અને અન્ય જીલાઓમાં 5500 (અંદાજીત કિંમત 30 કરોડ) અને કુલ 28,749 વાહનો (અંદાજીત કિંમત 162.21 કરોડ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews