દિલ્હી એરપોર્ટ પર મહિલાની બેગ ખોલતા જ iPhone 16નો ઢગલો થયો; જુઓ દાણચોરીનો વિડીયો

Delhi Airport iPhone smuggling: દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક મહિલા યાત્રી પાસેથી તાજેતરમાં લોન્ચ થયેલા નવા 26 આઇફોન 16 પ્રો મેક્સ (Delhi Airport iPhone smuggling) ડિવાઇસ જપ્ત કર્યા છે. કસ્ટમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આ મહિલા હોંગકોંગથી દિલ્હી આવી હતી. આ મહિલાની ઉંમર 30 વર્ષની આસપાસ હતી.

ટિસ્યુ પેપરમાં છુપાવેલા 26 આઇફોન 16 પ્રો મેક્સ મળી આવ્યા
કસ્ટમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આ મહિલા હોંગકોંગથી દિલ્હી આવી હતી. આ મહિલાની ઉંમર 30 વર્ષની આસપાસ હતી. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર મહિલાની તપાસ કરવામાં આવતા તેની બેગમાંથી ટિસ્યુ પેપરમાં છુપાવેલા 26 આઇફોન 16 પ્રો મેક્સ મળી આવ્યા હતાં.

સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાની ધરપકડ કરવામાં આવી નથી. તપાસ કરવામાં આવી રહી છે કે આ મહિલા ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દાણચોરી કરતી સિંડિકેટનો ભાગ છે કે કેમ? કસ્ટમ વિભાગે જારી કરેલા નિવેદન અનુસાર ક્સ્ટમ એક્ટ, 1962ની કલમ 110 હેઠળ આઇફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની વધુ તપાસ ચાલુ છે.

37 લાખથી વધુના કિંમતના ફોન મળી આવ્યા
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલા 26 આઇફોનની કુલ કિંમત મૂલ્ય 30,66,328 રૂપિયા આંકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આઇફોન 16 પ્રો મેક્સ એપલનો લેટેસ્ટ ફોન છે. જે ગયા મહિને લોન્ચ કરવામાં આવ્યો છે. જપ્ત કરવામાં આવેલા 26 આઇફોનનું કુલ બજાર મૂલ્ય 37 લાખ રૂપિયા આંકવામાં આવ્યું છે.

કસ્ટમ વિભાગે આપી આ માહિતી
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એક મહિલા મુસાફરને આઈફોનની દાણચોરીના મામલામાં પકડવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના વેનિટી બોક્સમાંથી 26 આઈફોન મળી આવ્યા હતા. આ તમામ 16 પ્રો મોડલના હતા. કોઈને શંકા ન થાય તે માટે, તેઓને ટીશ્યુ પેપરમાં વીંટાળીને રાખવામાં આવ્યા હતા.