આ વિસ્તારમાં પગ મૂકતાં જ તાલિબાનીઓનો ખાતમો શરૂ, એક સાથે આટલા તાલિબાની થયા ઠાર- જુઓ ખૌફનાક વિડિયો

અફઘાનિસ્તાન: પંજશીર પ્રાંત હજુ પણ તાલિબાનના હાથથી દૂર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોટી સંખ્યામાં તાલિબાનીઓ અહીં પહોંચી રહ્યાં છે જેમનો સામનો અહમદ મસૂદની મોટી સેનાથી થનાર છે. કાબૂલ પર કબ્જો મેળવ્યો હોવા છતાં અફઘાનિસ્તાનના પંજશીર પર તાલિબાન હજુ સુધી તેના પર પોતાનો અડ્ડો જમાવવામાં નિષ્ફળ રહ્યું છે. અહીં મુકાબલો અહમદ મસૂદ અને તાલિબાન વચ્ચે છે. જાણવા મળ્યું છે કે, સોમવારે આંતકી સમૂહ મોટી સંખ્યામાં પોતાના યોદ્ધાઓને પંજશીરમાં મોકલી રહ્યાં છે. આ વચ્ચે એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થઈ રહ્યો છે જેમાં તાલિબાનીઓનું સ્વાગત બ્લાસ્ટથી કરવામાં આવ્યું છે.

વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાલિબાની ફાઈટર્સ પંજશીર પહોંચ્યા તો છે પરંતુ અહમદ મસૂદની સેનાએ અહીં તેમનું સ્વાગત એક જોરદાર ધમાકા સાથે કર્યુ હતું. આ દાવા સાથે વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાલિબાને ભલે આખા અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો હોય પરંતુ એક અભેદ્ય કિલ્લો એવો છે જ્યાં તે કબજો કરવાનું સપનામાં પણ વિચારી શકતા નથી. આજથી વીસ વર્ષ પહેલા પણ એ જ હાલ હતા અને આજે પણ એ જ હાલ છે. આ અભેદ્ય કિલ્લો છે પંજશીર ખીણ.

મળતી માહિતી મુજબ, તાલિબાન હવે પંજશીરને કબજે કરવા માટે પ્લાન ઘડી રહ્યું છે અને સેંકડોની સંખ્યામાં લાડાકૂ રવાના થઈ ગયા છે. પરંતુ, પંજશીરનાં લડાકૂઓ પણ તાલિબાન સામે હાર માનવા માટે તૈયાર નથી. અહીં હાલમાં જ એક જોરદાર હુમલામાં 300 તાલિબાનીઓનાં મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર બગલાન પ્રાંતમાં વિદ્રોહીઓ ઘાત લગાવીને બેઠા હતા અને આ દરમિયાન તાલિબાન લડાકૂઓ પર જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 300 લડાકૂ નોટ નીપજ્ય હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

આ અંગે પંજશીરનાં અહેમદ મસૂદે કહ્યું કે, તે દેશમાં એક સહિયારી સરકાર ઈચ્છે છે જેમાં તાલિબાની સહિત અન્ય પક્ષની પણ ભાગીદારી હોય. જે માટે તાલિબાન સાથે વાતચીત થવી નક્કી છે. આ ઉપરાંત, અહેમદ મસૂદે ચેતવણી આપતા કહ્યું કે, જો તાલિબાન વાતચીતને રદ્દ કરે છે તો તેની સાથે જંગ નક્કી છે. ઉલ્લેખનીય છે કે, અહેમદ મસૂદ પંજશીરનાં ‘સિંહ’ ગણાતા અહેમદ શાહ મસૂદનાં દીકરા છે. અહેમદ શાહ મસૂદની વીસ વર્ષ પહેલા તાલિબાને હત્યા કરી હતી અને ત્યારબાદથી તેમનો દીકરો અહેમદ મસૂદ પંજશીરમાં નેતૃત્વ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ આખા વિસ્તારમાં તાલિબાનીઓ પગ મૂકતાં પહેલા પણ દસ વાર વિચાર કરે છે.

પંજશિરનાં કમાન્ડોએ કહ્યું કે, તાલિબાન જો અહિયાં આવશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. અમે તાલિબાન સામે લડવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, તાલિબાન આ વિસ્તારને લઈને ખૂબ જ ચિંતિત છે. જાણવા મળ્યું છે કે, અહેમદ શાહ મસૂદ સોવિયેત યુનિયન સામે પણ લડ્યો હતો અને તેને પણ હરાવ્યું હતું. ત્યારબાદથી આ કિલ્લો અભેદ્ય થઈ ગયો. તાલિબાન પ્રયાસ કરી રહ્યું છે કે, અહેમદ શાહ મસૂદ પણ ગનીની જેમ જ હાર માની લે. એવી પરિસ્થિતિ છે કે, તાલિબાને આ વિસ્તાર જીતવા માટે રશિયાની મદદ માંગવાનો વારો આવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *