BJPની સરકાર બની તો નિઝામની જેમ ઓવેસીએ પણ હૈદરાબાદથી ભાગવું પડશે: યોગી આદિત્યનાથ

Published on: 4:08 pm, Sun, 2 December 18

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની રાહમાં કોંગ્રેસ િવાલ બનતી હોવાનો આરોપ લગાવતા રવિવારે દાવો કર્યો કે, રાહુલ ગાંધી નીત પાર્ટી અને તેલંગણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ) મુસ્લીમ તૃષ્ટીકરણ કરી રહી છે.

સંગારેડ્ડીમાં ભાજપાની ચૂંટણી સભાને સંબોધિત કરતા આદિત્યનાથે કહ્યું કે, ભગવાન રામના જન્મસ્થાન પર ભવ્ય રામ મંદિર નિર્માણ કરાવવાના માર્ગ પર કોઈ દિવાલ બની રહ્યું હોય તો તે કોંગ્રેસ છે.

તેમણે કહ્યું કે, આપણે કોંગ્રેસ પાર્ટીનો ઈરાદો સમજવાની કોશિસ કરવી જોઈએ. જ્યારે વિકારાબાદ જીલ્લાના તંદૂર શહેરમાં અન્ય ચૂંટણી સભાને સંબોધિત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હૈદરાબાદ લોકસભા સભ્ય અસદુદ્દીન ઓવેસી નીત ઓલ ઈન્ડીયા મજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમ પર પ્રહાર કર્યો છે.

તેમણે કહ્યું કે, તેલંગણામાં ભાજપા સરકાર બનાવે છે તો, તમને એ કહી શકું છું કે, ઓવૈસીએ પણ હૈદરાબાદથી એવી રીતે ભાગવું પડશે, જે રીતે નિઝામ ભાગવા માટે મજબૂર થયો હતો. ભાજપા તમામ લોકોને સુરક્ષા આપશે, પરંતુ કોઈને અરાજકતા ફેલાવવાની મંજૂરી નહી આપે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને ટીઆરએસ પર મુસ્લીમ તૃષ્ટીકરણ કરવાનો અને ધાર્મિક આધાર પર તેમના માટે યોજના બનાવવાનો આરોપ લગાવ્યો છે. આદિત્યનાથે કહ્યું કે, નીતિ બનાવતા સમયે ભાજપા ક્યારે પણ જાતી, નસ્લ અને ધર્મ વચ્ચે ભેદભાવ નથી કરતી.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાશનમાં વીતેલા વર્ષોમાં ભાજપા સરકારે સબકા સાથે, સબકા વિકાસ મિશન સાથે કાર્યક્રમ ચલાવ્યા છે.