આવી રહ્યું છે વાવાઝોડું! ગુજરાતમાં કેટલો ખતરો? પરેશ ગૌસ્વામીએ તારીખ સાથે કરી આગાહી

Asani Cyclone: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે અંબાલાલની આગાહી પણ ફરી આવી છે. જેમા તેઓએ બે ચક્રવાત આવવાની આગાહી કરી છે. આવો જોઈએ ક્યાં ચક્રવાત સર્જાશે અને ક્યારે સર્જાશે.આ સાથે જ હવામાન વિભાગે (Asani Cyclone forecast) વાવાઝોડાને લઈ મહત્વની આગાહી કરી છે. જેમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર બની શકે છે. તેમાં 22 મેના રોજ લો-પ્રેશર સર્જાવાની સંભાવના છે. લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગાએ કરી આ આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ, બનાસકાંઠા, મહિસાગર, પાટણ, ડાંગ, તાપી અને દાહોદમાં કમોસમી વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી હતી કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન 31 મે સુધીમાં કેરળમાં પ્રવેશી જશે તેવી શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે લગભગ 7 દિવસ આગળ પાછળ રહેતા અંતરાલની સાથે 1 જૂને કેરળમાં પ્રવેશ કરશે. જે બાદ આ સામાન્ય રીતે ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ આખા દેશને કવર કરી લે છે.

પરેશ ગૌસ્વામીએ વાવાઝોડાની આગાહી કરી
પરેશ ગૌસ્વામીના અનુમાન મુજબ ચોમાસા પેલા એક વાવાઝોડું બને તેવી શક્યતા છે. છેલ્લા 5-7 વર્ષથી પ્રી-મોનસુન સાયક્લોનની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ચોમાસા પહેલા બનતા વાવાઝોડાની સંખ્યા વધતી જાય છે. આ વખતે ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી શક્યતા દેખાઈ રહી છે. પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ સાયક્લોન બનશે તો 20 મેથી લઇને 5 જૂન એટલે કે આ 15 દિવસના સમય ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બનવાની શક્યતા છે. જોકે, આવું કોઇ ફાઇનલ નથી, પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવા સંકેતો આપી રહી છે કે સાયક્લોન બનવાના શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 24મી મેથી પાંચમી જૂન પછી હવામાનમાં પલટો આવશે. ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યાર પછી 17મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે.17થી 24મી મે વચ્ચે આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે. આ ઉપરાંત ગુજરાતમાં સાતમીથી 10મી જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે. જ્યારે 14મીથી 18મી જૂન દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે.

પરેશ ગોસ્વામીએ સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી
નોંધનીય છે કે IMDએ ગયા મહિને, દક્ષિણ-પશ્ચિમમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનારા ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. જૂન અને જુલાઈ એ ખેતી માટે સૌથી મહત્ત્વપૂર્ણ ચોમાસાના મહિનાઓ માનવામાં આવે છે કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે. આ ઉપરાંત IMDએ વધુમાં જણાવ્યું હતું કે ‘કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખ અંગેની તેની આગાહીઓ 2015 સિવાય છેલ્લા 19 વર્ષમાં સાચી સાબિત થઈ હતી.’

રાજી કરી દેતી ચોમાસાની આગાહી
તો બીજી તરફ અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. 24 મે સુધી માં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જાય છે.