અહિયાં બે ભાઈઓએ હાથમાં પ્રેમિકાનું નામ લખીને કરી લીધો આપઘાત, જતા-જાતા એવી વાત કહી દીધી કે…

હાલમાં આત્મહત્યાના વધતાં કેસોમાં ફરી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં રવિવારે મોડી રાત્રે બે ભાઈઓએ એક સાથે ટ્રેનની આગળ કુદીને આત્મહત્યા કરી લીધી હતી. બન્ને પિત્રાઈ ભાઈઓ હતા. સોમવારે સવારે ટ્રેક પરથી ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના પ્રેમ પ્રકરણ સાથે સંકળાયેલ છે.

બન્નેએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. રેલવે ટ્રેક પર જ્યાથી બન્નેના મૃતદેહ મળ્યા હતા ત્યાં તેમની નજીકથી એક બાઈક પણ મળી આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે બન્ને યુવક મહેન્દ્ર અને દેવરાજ બાઈક લઈને ટ્રેક પર આવ્યા, ત્યારબાદ બન્ને એક સાથે ટ્રેનની આગળ કૂદકો લગાવી આત્મહત્યા કરી લીધી.

બન્નેએ મરતા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમા તેમણે કહ્યું કે, અમારી ઉપર મરવાનું કોઈ જ દબાણ નથી. બસ જિંદગીમાં કઈ ઠીક લાગી રહ્યું નથી, એ માટે મરવા જઈ રહ્યા છીએ. અમારી ઉપર એકબીજાનું કોઈ જ પ્રેસર નથી. અમારા ગયા બાદ કોઈની સાથે લડતા પણ નહીં. અન્યથા અમારા આત્મા પણ દુ:ખી થશે. ઘરના લોકો પણ વધારે દુ:ખી ન થતા. શાંતિથી રહેશો. ગમે ત્યારે તો જવાનું જ હતું.

આ સાથે બન્નેનો વધુ એક વીડિયો પણ વાયરલ થયો છે. જે કેટલાક દિવસ અગાઉનો હોવાનું માનવામાં આવે છે. જેમાં બન્ને યુવકો ગીત ગાતા કહી રહ્યા છે કે- “છોરી તુમસે 10 દિન પહેલ કહ દિયા થા મરેંગે” બન્ને મૃતકો પોલીસ સ્ટેશન હેઠળ ગામ કેશવપુરના રહેવાસી હતા. જે રીતે એકના હાથ પર આશા અને બીજાના હાથ પર તુલસી લખેલુ મળ્યું છે, તેના આધાર પર એવી આશંકા દર્શાવવામાં આવે છે કે બન્ને આ બે યુવતીના પ્રેમમાં હતા.

કોઈ વાતને લઈ વિવાદ અથવા કોઈ એવી ઘટના બની હશે કે, જેને લીધે બન્નેએ એક સાથે જીવ આપી દીધો. અત્યારે મૃતકો પાસેથી મળેલા મોબાઈલ પરથી પોલીસે પરિવારજનોને જાણકારી આપી છે. અને આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બન્ને મૃતકોના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. મોબાઈલના આધારે સુસાઈડ પાછળનું કારણ જાણી શકાશે. બન્ને ભાઈ જ્યાં રહેતા હતા ત્યાંના પડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના બૂંદી જિલ્લાના કેશવરાયપાટનની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *