Asadhi Bij Celebration in Kutch: અષાઢી બીજના દિવસની કચ્છીઓ ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. કચ્છી નવા વર્ષની ઉજવણી રાજાશાહીના વખતથી થતી આવી છે. કચ્છ આગવું પ્રદેશ છે અને તેની કળા અહીંના લોકો એ તેની વિશેષતા છે. અષાઢી બીજ ની ઉજવણી(Asadhi Bij Celebration in Kutch) પણ કચ્છીઓ ધામધૂમથી કરે છે. પછી પરંપરાનું નવું વર્ષ અને તેની ઉજવણી આજે પણ યથાવત છે. કચ્છ બહાર વસતા લોકો પણ અષાઢી બીજ કચ્છી નવા વર્ષની ઉજવણી કરે છે અને શુભેચ્છાઓ પાઠવે છે.
ઈતિહાસની દ્રષ્ટિએ:
ઈતિહાસની રીતે અષાઢી બીજની વાત કરવામાં આવે તો કચ્છના કેરામાં રાજધાની સ્થાપનાર લાખા ફૂલાંણી કે જે પ્રતાપી રાજવી હતા અને તેઓ પૃથ્વીનો છેડો ગોતવા નીકળી પડ્યા હતા.પરંતુ તેમને પૃથ્વીનો છેડો તો ના મળ્યો તેઓ જ્યારે પાછા કચ્છ આવ્યા ત્યારે તેમણે કચ્છમાં જે હરિયાળીના દ્રશ્યો જોયા તે જોઈને તેમને કચ્છી નવા વર્ષ અષાઢી બીજની શરૂઆત કરી હતી.
કચ્છના વિવિધ તાલુકાઓમાં હવે નીકળે છે રથયાત્રા:
ભૂતકાળમાં કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ કચ્છી પંચાગ પણ શરૂ કરાવ્યું હતું. હવે તો કચ્છના વિવિધ તાલુકાઓમાં રથયાત્રા પણ શરૂ કરી છે. અને ભગવાનને નગરચર્યા કરાવવામાં આવે છે. આ ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે વિક્રમ સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી અને તે સમયથી તે દિવસને અષાઢી બીજ તરીકે મનાવવામાં આવે છે.
અષાઢી બીજનાં નવા સિક્કા બહાર પડતાં:
“અષાઢી બીજનાં દિવસે રાજાશાહી સમયમાં કચ્છી પંચાગ બહાર પાડવામાં આવતાં હતાં અને નવા સિક્કાઓનું પણ છાપકામ શરૂ કરવામાં આવતું હતું. તો સાથે જ જવા ચલણી સિક્કાઓ બહાર પડાતા. કચ્છનો રાજવી પરિવાર ભૂજના દરબારગઢમાં પુજન કરીને નવા વર્ષની ઉજવણી કરે છે. જો કે આજના આ આધુનિક સમયમાં હવે નવા વર્ષની ઉજવણી માત્ર લોકો એકબીજાને શુભેચ્છા પાઠવીને જ કરી રહ્યા છે. અષાઢી બીજનાં દિવસે કચ્છના લોકો એક બીજાને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેર કચ્છ પર કાયમ રહે તેવી પ્રાર્થના કરવામાં આવતી હોય છે”
અષાઢી બીજ કચ્છીઓનું નવું વર્ષ
ગુજરાતના કચ્છ ઉપરાંત વિશ્વભરમાં વસતા કચ્છી માંડુઓ અષાઢી બીજીના દિનને નવા વર્ષ તરીકે ઉત્સાહભેર ઉજવે છે. અષાઢી બીજના દિવસે દરિયાકાંઠે વસનારા નાવિકો અને માછીમારો પોતાના વહાણોને શણગારી, અષાઢી બીજનું, દરિયાદેવનું, ચંદન, પુષ્પથી પૂજન કરી શ્રીફળ વધેરે છે. આ દિવસે સતી શૂરવીરના પાળિયાને સિંદુર લગાવીને પૂજા કરવામાં આવે છે. કચ્છમાં અષાઢી બીજનું ખૂબ જ મહત્વ છે. કચ્છીઓમાં એવી માન્યતા છે કે જો અષાઢી બીજના દિવસે વરસાદ આવે તો તેને શુકન ગણવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App