રાજકોટના 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિનો આજથી શુભારંભ થઇ ચૂક્યો છે. બપોર બાદ યુવરાજ માંધાતાસિંહે વિન્ટેજ કારમાં બેસી ઢોલ-નાગારાના તાલે મા આશાપુરાના મંદિરે પહોંચ્યા હતા અને માતાજીના ચરણોમાં શિશ નમાવ્યું હતું. બાદમાં મહેલ ખાતે દેહ શુદ્ધિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પુત્ર સાથે માતાજીના દર્શને પહોંચ્યા હતા
માંધાતાસિંહ જાડેજા જ્યારે પોતાની કુળદેવીનાં દર્શને પહોંચ્યા ત્યારે તેઓએ કેસરીયો ધારણ કર્યો હતો. પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા સાથે કુળદેવી આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી આજથી શરૂ થનાર શુભ પ્રસંગો નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. તો સાથો સાથ હિન્દુ ધર્મમાં મંદિરની પ્રદક્ષિણાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તે જ પ્રકારે માંધાતાસિંહ જાડેજાએ પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા સાથે પ્રદિક્ષણા ફરી હતી.
ઉપરોક્ત તસ્વીર દશેરા ના પાવન અવસરે કરવામાં આવેલ શાસ્ત્ર પૂજાની છે
ત્રણ દિવસ સુધી રાજસુય યજ્ઞ શરુ રેહશે
રણજીત વિલાસ પેલેસમાં આવતીકાલે 28મી જાન્યુઆરીથી ત્રણ દિવસ રાજસુય યજ્ઞ ચાલશે. રાજસુય યજ્ઞ માટે શ્રીધર યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. 50 બ્રાહ્મણો ત્રણ દિવસ સુધી આહુતિ આપશે. રાજવી પરિવારના શાસ્ત્રીજી કૌશિકભાઇ ત્રિવેદીએ રાજસુય યજ્ઞનું મહાત્મ્ય સમજાવ્યું હતું. આજે માંધાતાસિંહ જાડેજાની દેહશુદ્ધિ, દસ વિધિ સ્નાન, વિષ્ણુપૂજન, પ્રાયશ્ચિત સહિતની વિધિઓ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.