પોલખોલ ટીવી ન્યુઝ ચેનલ એડિટરના નામે શાળાઓ પાસેથી તોડ કરતા આશિષ કંજારીયા ને અમદાવાદ DCB એ દબોચ્યો

અમદાવાદ(Ahmedabad): શહેરમાં તોડબાજ આશિષ કંજારીયા (Ashish Kanjaria) વિરુદ્ધ વધુ ગુના પોલીસ ચોપડે નોધાઈ રહ્યા છે. યૂ-ટ્યુબ ચેનલ પોલખોલ (Polkhol TV News Channel)ના એડિટરની ઓળખ આપી…

અમદાવાદ(Ahmedabad): શહેરમાં તોડબાજ આશિષ કંજારીયા (Ashish Kanjaria) વિરુદ્ધ વધુ ગુના પોલીસ ચોપડે નોધાઈ રહ્યા છે. યૂ-ટ્યુબ ચેનલ પોલખોલ (Polkhol TV News Channel)ના એડિટરની ઓળખ આપી રુપિયા પડાવનાર ડમી પત્રકાર (Dummy journalist) આશિષ કંજારીયાની પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે. આશિષ કંજારીયા શાળા પાસેથી ટ્રસ્ટના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતો હતો. આશિષે પેપર મિલના માલિક પાસેથી બંગલાના ડાઉન પેમેન્ટ માટે રૂપિયા પડાવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આશિષે છેલ્લા 9 વર્ષથી પુત્રના શાળાની ફી ન ભરી હોવાનું પણ બહાર આવ્યુ છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં તોડબાજ યૂ-ટ્યુબ ચેનલ પોલખોલના એડિટર આશિષ કણજારિયા વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં અત્યાર સુધીમાં ત્રણ ફરિયાદ નોંધાઈ ચુકી છે. ગઇકાલે યૂ-ટ્યુબ ચેનલ પોલખોલના એડિટર આશિષ કણજારિયા સામે થલતેજની ઉદગમ શાળાના પૂર્વ ડિરેક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમનો આરોપ લગાવતા કહ્યું છે કે- વર્ષ 2019માં આશિષ કણજારિયા દ્વારા RTE હેઠળ એડમિશન કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું અને એડમિશન નહીં આપવામાં આવે તો 6 લાખની માગ કરીને ધમકી આપવામાં આવી હતી. માત્ર એટલું જ નહીં ઉદગમ શાળા વિરૂદ્ધ RTI કરીને ખોટા પુરાવાના આધારે પરેશાન કરતો હતો.

વધુમાં જો વાત કરવામાં આવે તો આશિષ કંજારીયાની તપાસ કરવામાં આવતા આધાર ફાઉન્ડેશનના નામે ખોલાવેલા બેન્ક એકાઉન્ટ માંથી 35 લાખ બેલેન્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત રૂપિયા 1 કરોડ 15 લાખ અલગ અલગ વ્યક્તિઓ અને સંસ્થા પાસે થી પૈસા વસૂલ કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, લોકોને સાચી અને સચોટ માહિતી મળે તે માટે RTIનો કાયદો બન્યો છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે RTIના કાયદાનો ઉપયોગ કરી તોડબાજી કરતા હોય છે. ત્યારે કંઇક આવો જ કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં શાળા પાસેથી RTI મારફતે માહિતી લઈને ખંડણી માગતો તોડબાજ પત્રકાર અને RTI એક્ટિવિસ્ટ સકંજામાં છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આશિષ કણજારીયા નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *