હોકીમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ- ફાઈનલમાં જાપાનને 5-1થી હરાવી રચ્યો ઈતિહાસ

Published on Trishul News at 6:49 PM, Fri, 6 October 2023

Last modified on October 6th, 2023 at 6:50 PM

indian wins gold medal in mens hockey team: ભારતીય પુરુષ હોકી ટીમે એશિયનમાં ઈતિહાસ રચ્યો છે. ફાઇનલમાં જાપાનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સના ઈતિહાસમાં ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય પુરૂષ હોકી ટીમે પ્રથમ વખત 1958માં એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો.

ભારતે ફાઈનલ મેચમાં જાપાનને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે ભારતે પેરિસ ઓલિમ્પિક 2024 માટેનો ક્વોટા પણ કન્ફર્મ કરી લીધો છે. ભારતીય ટીમે શરૂઆતથી જ સારું પ્રદર્શન કર્યું અને જાપાનની ટીમ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને અંતે જીત મેળવી. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સ 2023ના 13મા દિવસ સુધી કુલ 95 મેડલ જીત્યા છે.

જાપાન સામે ભારતની શાનદાર જીતે ભારતીય લોકોમાં ઉત્સાહ ભરી દીધો છે. આ જીત બાદ ભારતીય હોકી ટીમને સોશિયલ મીડિયા પર ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે.

આરોગ્ય મંત્રીએ હોકી ટીમને પાઠવ્યા અભિનંદન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય હોકી ટીમને ફાઇનલમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વિટર પર લખ્યું, “#IndianHockey ની સમગ્ર ટીમને ચક દે ઈન્ડિયા #AsianGames23 માં શાનદાર પ્રદર્શન કરવા અને ગોલ્ડ મેડલ જીતવા બદલ હાર્દિક અભિનંદન. હોકીમાં આ જબરદસ્ત જીત દરેક ભારતીય માટે ખૂબ જ ખુશીની ક્ષણ છે. ભવિષ્ય માટે તમામ ખેલાડીઓને શુભકામનાઓ.”

Be the first to comment on "હોકીમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ- ફાઈનલમાં જાપાનને 5-1થી હરાવી રચ્યો ઈતિહાસ"

Leave a comment

Your email address will not be published.


*