ગુજરાત(Gujarat): રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર કાંડમાં મંડળના અધ્યક્ષ અસિત વોરા(Asit Vora)ના રાજીનામાની માંગ ઉગ્ર બનતા અંતે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું માંગી લીધુ હોવાનું સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જાણવા મળેલ છે. જે અંગેની જાહેરાત આજે સાંજ સુધીમાં થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. અસિત વોરાની સાથે પેપરલીક કાંડમાં જવાબદાર અન્ય લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી અને કડક પગલા ભરવા મુખ્યમંત્રી(CM)એ સૂચનાઓ આપી દીધી છે. આ સાથે જ સોશિયલ મીડિયા(Social media)માં પણ #Resign_Asitvora નામ ટ્રેન્ડ થઇ રહ્યું છે.
ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અધ્યક્ષ અસિત વોરા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં વોરાના રાજીનામાની માંગણી સામે આમ આદમી પાર્ટીનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. જે સંદર્ભમાં ગઈકાલે મુખ્યમંત્રીએ અસિત વોરાને બોલાવી પેપરલીક કાંડ મામલે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવા જણાવ્યું હતું તે પ્રકારની માહિતી સુત્રો પાસેથી મળી છે.
કારણ કે પેપરલીક કાંડમાં પોલીસ તપાસ બાદ મંડળના અધ્યક્ષ અને સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસના માલિક પણ શંકાના ઘેરામાં આવી જતા સરકાર પણ હવે હરકતમાં આવી ગઈ હતી અને આ સમગ્ર મામલે જવાબદારો સામે પગલા ભરવા કાર્યવાહી સક્રિય થઈ હતી. જે મુદ્દે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામુ માંગી લીધું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે.
રાજ્યમાં બિન સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા શંકાના ઘેરામાં આવી ગયા હતા. જ્યારથી પેપરલીક થયું ત્યારથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી અસિત વોરા પર ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, ગઈકાલે સવારના 10 વાગ્યાથી કેબિનેટની બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન અધ્યક્ષ અસિત વોરા મુખ્યમંત્રી ઓફિસ પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને અસિત વોરા વચ્ચે ખાનગી બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારે આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતને લઈ અસિત વોરાના રાજીનામાની અટકળો પણ તેજ થઈ ગઈ છે. જોકે સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નિકળેલા અસિત વોરાએ કહ્યું હતું કે-‘મુખ્યમંત્રી સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી, પેપર લીક બાબતે મુખ્યમંત્રી સાથે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી’ એમ કહીં અસિત વોરા રવાના થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.