વાલોડમાં પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી અને પોતે પણ સળગી ગયો- કારણ જાણીને…

ગુજરાત(Gujarat): વાલોડ(Valod) તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા ડીપાર્ટમેન્ટ(MNREGA Department)માં કામ કરતી મહિલા ઓપરેટર પર તેના જ પતિ દ્વારા જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવામાં આવી હતી અને ત્યાર બાદ તેણે પોતાના શરીર પર પણ આગ ચાંપી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બન્નેના મોત કચેરીના બાલ્કનીમાં જ થયા હતા. દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો કે બોલાચાલી થવાને કારણે  છેલ્લા એક મહિનાથી બંને અલગ અલગ રહેતા હતા. વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા ડીપાર્ટમેન્ટમાં ઓપરેટર તરીકે ફરજ બજાવી રહેલ મયુરીકા અનિલ પટેલ (ગામિત) (ઉ.વ40) વ્યારાના ચાંપાવાડીના રહેવાસી હતા.

મંગળવારના રોજ બપોરે ઓફિસમાં 3 વાગ્યે કામ કરી રહ્યાં હતા ત્યારે તેમનો પતિ અમિત અનિલ પટેલ (ઉ.વ41)કે જે ઉચ્છલની ગવાણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હતા. પતિ બપોરના સમયે કચેરીમાં પહેલા માળે આવી મનરેગા ઓફિસમાં ફરજ બજાવતી પત્ની મયુરીકા નજીક આવીને જ્વલનશીલ પદાર્થની બોટલ કાઢી પહેલા પત્ની પર છાટ્યું હતી અને ત્યારબાદ તેણે પણ પોતાના પર જ્વલનશીલ પદાર્થ નાખ્યું હતું.

મયુરીકા દ્વારા ભાગવાનો પ્રયાસ કરતા અમિતે દોડીને આગ લગાવી દીધી હતી. પત્ની મયુરીકાએ ભાગવાની કોશિશ કરતા તે લોબીમાં પડી ગયા હતા. તેની પાછળ અમિત પણ સળગતી હાલતમાં દોડતો દોડતો બહાર આવ્યો હતો અને બંનેના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા.

તાલુકા પંચાયત કચેરીના ઉપરના માળે આગ લાગી હોવાની જાણકારી મળતા કચેરીના કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો. તેઓએ આગની જ્વાળામાં લપેટાયેલ મયુરીકા પટેલને બચાવવા માટે પોતાની જાનની પરવાહ કર્યા વિના અગ્નિશામક બોટલો લઇને દોડી આવ્યાં હતાં અને મયુરીકાને બચાવવા અગ્નિ શામકથી આગ બુઝાવવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારે અચાનક જ અમિત પણ સળગતી હાલતમાં કર્મચારીઓ સામે આવતા બચાવ કરબુ થોડું મુશ્કેલ બન્યું હતું. પરંતુ હિંમત નહિ હારીને છેલ્લે સુધી પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *