Assam Accident: આસામના સોનિતપુર જિલ્લાના ઠેકિયાજુલીમાં એક વિદ્યાર્થીની સ્ટેજ પર ડાન્સ કરતી વખતે અચાનક બેભાન થઇ ગઈ હતી. આ દરમિયાન સાથી (Assam Accident) કલાકારો અને ત્યાં હાજર લોકો કંઈ સમજે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હોનહાર વિદ્યાર્થીનીના નિધનથી દરેક જણ દુખી છે.
18 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત
વિદ્યાર્થિનીના પરિવારજનોએ જણાવ્યું કે આ પહેલા તેને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી. તેઓ પણ સમજી શકતા નથી કે તેમની સાથે અચાનક શું થયું. વિદ્યાર્થીની ઓળખ 18 વર્ષીય સૃજના દેવી ખાટીવાડા તરીકે થઈ છે. આસામના ઢેકિયાજુલીના ગોરુડુબામાં બુધવારે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ડાન્સ કરતી વખતે જેનું મોત થયું હતું.
અચાનક બનેલી ઘટનાના પગલે લોકોમાં આશ્ચર્ય
મળતી માહિતી મુજબ, સૃજના લોકનાયક અમિયા કુમાર દાસ કોલેજની બીએસસી પ્રથમ સેમેસ્ટરની વિદ્યાર્થીની હતી. તે લક્ષ્મી પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે ડાન્સ પરફોર્મન્સમાં ભાગ લઈ રહી હતી. અચાનક બનેલી આ ઘટનાથી તમામ દર્શકો અને પરિવારના સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન પરિવારના સભ્યોને તેને બચાવવાની કોઈ તક મળી ન હતી.
નીમચ જિલ્લાના સિંગોલી પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ મદન શર્માનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કોન્સ્ટેબલ ડાન્સર પર પાણી રેડી રહ્યો છે.#MPNews #MadhyaPradeshNews pic.twitter.com/ucvETZ2TAO
— news (@v181989) October 18, 2024
પરિવાર શોકમાં ગરકાવ
સૃજના દેવી ખાટીવાડા એક ઉભરતી યુવા પ્રતિભા હતી, જે ઉચ્ચ શિક્ષણ મેળવવાની સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતી હતી. તેમના અકાળ અવસાનથી સ્થાનિક સમુદાય શોકમાં છે. ગુરુવારે બેલસિરી નદીના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં પરિવાર, મિત્રો અને સ્થાનિકોએ તેમને આંસુભરી વિદાય આપી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App