આસામ(Assam)ના ધુબરી(Dhubri) જિલ્લામાંથી એક વ્યક્તિ પર હાથીરાજા દ્વારા હુમલો કરતો વીડિયો સોશિયલ મીડિયા(Social media) ખુબ જ વાયરલ(Viral video) થઇ રહ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક હાથી એક વ્યક્તિની પાછળ દોડતો નજરે પડી રહ્યો છે. સાથે તેની આજુબાજુ કેટલાક અન્ય લોકો પણ હાજર છે, જેઓ હાથીને ભગાડવા માટે મોટે મોટેથી બુમો પાડી રહ્યા છે તેમજ કેટલાક લોકો આ વીડિયો બનાવવામાં વ્યસ્ત નજરે ચડી રહ્યા છે.
View this post on Instagram
વિડીયોમાં જોઈ શકો છો કે, હાથી દ્વારા કરવામાં આવતા હુમલાથી બચવા માટે તે વ્યક્તિ દોડતાં-દોડતાં નીચે પડી જાય છે. તે વ્યકિત ફરી ઉભા થાય છે અને ભાગે છે, પરંતુ તે ફરી એક વખત નીચે પડી જાય છે. ફરી એક વખત ઊભા થવાની કોશિશ કરે છે, પરંતુ ત્યાં સુધીમાં તો હાથી તેની નજીક પહોંચી જાય છે. રોષે ભરાયેલો હાથી તેની પર અનેક વખત હુમલાઓ કરી રહ્યો છે.
આસામના ધુબરી જિલ્લાના એક ગામની ઘટના:
આ ઘટના ધુબરીના તામાંરહાટ વિસ્તારના એક ગામની હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, હાથીએ જે વ્યક્તિ પર હુમલો કર્યો હતો, તે વ્યક્તિની ઉંમર 30 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને જ્યાં તેની સારવાર શરુ છે.
જંગલની તરફ ભગાડી દેવામાં આવ્યો હાથીને:
18 ડિસેમ્બરના રોજની આ ઘટના અંગે વન અધિકારીઓએ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે હાથીને જંગલની તરફ ભગાડી દેવામાં આવ્યો છે. જેથી કરીને ગામના લોકોએ હવે ડરવાની જરૂર નથી, જોકે સાવધાની અને સતર્કતા રાખવી જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.