જીવના જોખમે પોલીસકર્મીઓ દીપડાને પકડવા ગયા અને તેના પર કર્યો હુમલો- જુઓ ખૌફનાક LIVE વિડીયો

હરિયાણા(Haryana)ના પાણીપત(Panipat)ના બહેરામપુર(Behrampur) ગામમાં દીપડાને રેસ્ક્યુ ઓપરેશન(Leopard rescue operation) દરમિયાન એક પોલીસકર્મી અને વન વિભાગના બે અધિકારીઓ ઘાયલ થયા છે. ઘણી જહેમત બાદ કોઈક રીતે…

હરિયાણા(Haryana)ના પાણીપત(Panipat)ના બહેરામપુર(Behrampur) ગામમાં દીપડાને રેસ્ક્યુ ઓપરેશન(Leopard rescue operation) દરમિયાન એક પોલીસકર્મી અને વન વિભાગના બે અધિકારીઓ ઘાયલ થયા છે. ઘણી જહેમત બાદ કોઈક રીતે દીપડાને સફળતાપૂર્વક શાંત પાડીને પકડવામાં આવ્યો હતો. આ ઘટના શનિવારે બની હતી. ગામમાં દીપડાની હાજરીના સમાચાર રેસ્ક્યુ ટીમને આપવામાં આવ્યા હતા. રેસ્ક્યુ ટીમે દીપડાને પકડવા માટે કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ટીમનું નેતૃત્વ કરી રહેલા સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) અને વન વિભાગના બે અધિકારીઓ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં હુમલો કરતા લોકો ઘાયલ થયા હતા.

પાણીપતના પોલીસ અધિક્ષકે ઓપરેશનમાં સામેલ લોકોની બહાદુરી અને હિંમતને સલામ કરી અને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. વીડિયો શેર કરતા પાણીપતના એસપી શશાંક કુમાર સાવને લખ્યું, “પોલીસ અને વન વિભાગના લોકો માટે આ દિવસ ખુબ જ મુશ્કેલ હતો. કેમ કે અધિકારીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમની બહાદુરી અને હિંમતને સલામ. અંતે, “દીપડા સહિત દરેક જણ સુરક્ષિત છે.”

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ જોયો હતો અને ઘણા વપરાશકર્તાઓએ અધિકારીઓની બહાદુરીની પ્રશંસા કરી હતી. એક યુઝરે કમેન્ટ કરી કે, ‘આ વીડિયો સ્પષ્ટ કરે છે કે પોલીસકર્મીની નોકરી કેટલી ખતરનાક છે’.

ફોટો ખેંચતા જ કર્યો હુમલો:
તે જ સમયે, આસામમાં પણ આવી જ એક ઘટના બની છે. આસામના ડિબ્રુગઢમાં એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો. જ્યારે તે તેની તસવીર ક્લિક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આસામના ડિબ્રુગઢમાં ખર્જન ચાના બગીચા પાસે બનેલી આ ઘટનાનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *