રીકન્સ્ટ્રકશન માટે ઘટના સ્થળે પહોચ્યો હત્યારો ફેનિલ- ગ્રીષ્માના માતા જોઇને રડતા રહ્યા પરંતુ ફેનીલના ચહેરા પર થોડો પણ પછતાવો ન દેખાયો

સુરત(SURAT) ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ: પાસોદરા પાટીયા પાસે 21 વર્ષની યુવતીની ઘાતકી હત્યા કરનાર આરોપીનું આજે સવારથી ઘટનાના દિવસે શુ આખી ઘટના બની હતી તેને લઈને આરોપી ફેનીલ ને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રકશન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ દ્વારા SIT ની જે રચના કરવામાં તે ટિમ સાથે અલગ અલગ જગ્યા પર લઈ જઈ ને તપાસ કરવામાં આવી હતી. જોકે, આરોપી ફેનીલ ગોયાણી બનાવમાં દિવસે કયાં કયાં ફર્યો હતો અને કયાંથી છરી કયાંથી ખરીદવામાં આવી અને હત્યાના સ્થળ પર પણ આરોપીને લઈ જવામાં આવ્યો હતો. પહેલા કાપોદ્રા વિસ્તારમાં તેના મિત્ર એક કાફેમાં ગયો હતો અને મિત્ર સાથે અમરોલી વિસ્તારમાં ગયો હતો ત્યારે બાદ કોલેજમાં અને ઘટના સ્થળે આવ્યો હતો.

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસ થી ચર્ચા નો વિસય બન્યો છે તે સુરત જિલ્લાના પાસોદરા ગામ માં રહેતી એક 21 વર્ષીય ગ્રીષ્માં વેકારીયાને પોતાની ઘર નજીક જઈ ને યુવતીને પરિવાર સામેં બાનમાં લઈ હત્યા કરતા મામલો ગરમાયો હતો ત્યારે યુવતી ગ્રીષ્મા વેકરીયાની તેના એક તરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનીલ પંકજ ગોયાણીએ સાંજના સમયે લોકોની વચ્ચે છરી વડે ગળુ કાંપી હત્યા કરી દીધી હતી.

ગ્રીષ્માની હત્યા બાદ મોત થયું ત્યાં સુધી તેની ઉપર જ ઉભો રહ્યો
ગ્રીષ્માની હત્યા બાદ આરોપી ફેનીલે પોતે પણ જ્યાં સુધી ગ્રીષ્માનું મોત થયું ત્યાં સુધી તેની ઉપર જ ઉભો રહ્યો હતો અને બાદમાં ખિસ્સામાંથી માવો કાઠીને ખાધો હતો ત્યાર બાદ પરિવાર પાછળ દોડ્યો હતો અને હાથમાં ચપ્પુ માર્યું હતું બાદમાં પોલીસ આવતા તેને પકડી પાડ્યો હતો આરોપીને સુરત જિલ્લા કઠોર કોર્ટમાં રજુ કરી 19મી તારીખ સુધીના રીમાન્ડ મેળવ્યા છે.

સુરતના લસકાણામાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી ચકચાર મચી છે. ત્યારે 3 દિવસના રિમાન્ડ પર રહેલા ફેનિલને સાથે રાખીને પોલીસે આજે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં આરોપી ફેનિલને સૌપ્રથમ તેના મિત્રના કાફે લઈ જવાયો. ત્યાર બાદ ગ્રીષ્માના ઘર સામે ઘટનાસ્થળે લઈ જવાયો હતો, જ્યાં ફેનિલના ચહેરા પર હત્યાનો કોઈ જ પસ્તાવો ન હોય એ રીતે રીઢા હત્યારાની જેમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તથા કેવી રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો એ ફરીથી કરી બતાવ્યું હતું.

ફેનીલને જોઇને ગ્રીષ્માનો ભાઈ ગુસ્સે થઇ ગયો

ગ્રીષ્માની સહેલીને કહ્યું, ‘મારે તેને મળવું છે, બહાર લઈને આવ.’
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આજે ફેનિલ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તે દરમ્યાન ફેનિલે કહ્યું કે, આ રીતે મેં ગ્રીષ્માને ખેંચીને ગળે ચપ્પુ રાખ્યું અને બાદમાં તેનું ગળું કાપી નાખીને પોતે પણ હાથે ચપ્પુ ક્યાં જઈને માર્યું એ સમગ્ર જગ્યા ફેનિલે બતાવી હતી. આજે હાથમાં પાટા સાથે લવાયેલો ફેનિલ લંગડાતાં લંગડાતાં ચાલી રહ્યો હતો. ફેનિલ સૌપ્રથમ ગ્રીષ્માની અમરોલી ખાતે આવેલી કોલેજ પહોંચી ગયો હતો. ત્યાં ગ્રીષ્માની સહેલીને કહ્યું, મારે તેને મળવું છે, બહાર લઈને આવ. જોકે ગ્રીષ્માની સહેલીએ કહ્યું હતું કે તે ક્લાસમાં છે, એટલે મળી શકશે નહિ. બીજી તરફ ગ્રીષ્માએ તેની માસીને કેમ્પસ પર બોલાવીને તેની સાથે ઘરે જતી રહી હતી, જેથી કોલેજમાં તે બચી ગઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે, રિકન્સ્ટ્રકશન દરમિયાન ફેનિલને કોલેજ કેમ્પસ પણ લઈ જવામાં આવશે.

આજે હત્યાનીની ઘટનાનું રીકન્ટ્ર્કશન કરવાામા આવ્યું સુરત જિલ્લા DYSP બી કે વનારના નેજા હેઠળ આખી ટિમ દ્વારા એક ઓછી એક સ્થળ પર વિટીઝ કરી હતી અને તમામ ઘટના નું પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યારે આરોપી ફેનીલને યુવતીના ઘર નજીક લાવતા પરિવારોમાં રોષ જોવા મળ્યો હતો પણ ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવાયો હતો જેથી કોઈ ઘટના ન બને જેથી પોલીસ કાફલો સાથે રહ્યો હતો.

ક્યાં-ક્યાં કરવામાં આવ્યું રિકન્ટ્રકશન
કામરેજ પોલીસ સ્ટેશન થી કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિત્ર ના કાફે લઈ જવામાં આવ્યો હતો, મિત્ર ના કાફે બાદ અમરોલી વિસ્તારમાં જ્યાં ચપ્પુ લીધું હતું ત્યાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં અમરોલી વિસ્તારમાં જ્યાં યુવતી ને કોલેજ બહાર મુલાકાત કરી હેરાન કરી હતી ત્યાં ગયો બાદમાં ત્યાંથી તે તેના મિત્ર પાસે ગયો હતો. બાદમાં પોલીસે અમરોલી થી પાસોદરા ખાતે જ્યાં યુવતીની હત્યા કરવામાં આવી ત્યાં લવામાં આવ્યો. વિડીયો માં જે રીતે ચપ્પુ ગળાના ભાગે રાખે તે રીતે ડેમો કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *