હાલમાં પતિ-પત્ની વચ્ચેના જગડાના ઘણા કેસો સામે આવે છે. આ દરમિયાન એક એવો કેસ સામે આવી રહ્યો છે જેમાં એક પતિએ તેની પત્ની પર બીજા સાથે ખોટા સંબંધ હોવાની શંકા કરી હતી અને તેની પત્નીને માર માર્યો હતો.
મોરબીના કાલિકા પ્લોટમાં ચાર શખ્સોએ મહિલાને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. મોરબી 2 કુલીનગરમાં રહેતા રસુલ અલાઉદીન પઠાણ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, મચ્છીપીઠના ખૂણે આરોપી મુસ્તુફાની પત્ની સાથે તેના સંબંધ હોવાની ખોટી શંકા રાખી હતી.
આરોપી મુસ્તુફા અને ચિરાગ જગદીશ ગાંધી બંનેએ છરી વડે ઘા કરી ઈજા પહોચાડી હતી. મુસ્તુફાની પત્ની સાથે સંબંધ નહિ રાખવા જણાવી માર માર્યાની કર્યાની ફરિયાદ નોંધાવી છે. એ ડીવીઝન પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આરોપી મુસ્તુફાની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપી સાગર કિશોર રાઠોડને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા નસીમબેન કરીમભાઈ પારેડી દ્વારા એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે કે, નસીમબેને ગાઉ આરોપી દાઉદ પલેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલ હોય જેનું મનદુ:ખ રાખી આરોપી દાઉદ મામદભાઈ પલેજા, જાવેદ મીટર, રહીમ ટકો અને દાઉદના માસીનો દીકરો એમ ચાર શખ્સોએ નસીમબેનના ઘરમાં પ્રવેશ કરી ગાળો આપી નસીમબેનને ઘરની બહાર ખેચી લાવ્યા અને આરોપી દાવલાએ લોખંડના પાઈપ વડે તેમને માર માર્યો અને બંને પગે તથા ડાબા હાથના કોણીના ભાગે ફેકચર જેવી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોધાઇ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle