પૃથ્વી તરફ આવી રહી છે આ વિશાળ ઉલ્કા, જાણો ક્યારે અને ક્યા અથડાશે

બોઇંગ 737 વિમાન જેટલું વિશાળ એસ્ટરોઇડ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યું છે. યુએસએની ‘સ્પેસ એજન્સી’ નાસાએ અહેવાલ આપ્યો છે કે એસ્ટરોઇડ 2020 RK-2 એ 14,942…

બોઇંગ 737 વિમાન જેટલું વિશાળ એસ્ટરોઇડ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યું છે. યુએસએની ‘સ્પેસ એજન્સી’ નાસાએ અહેવાલ આપ્યો છે કે એસ્ટરોઇડ 2020 RK-2 એ 14,942 માઇલ/કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે અને 7 ઓક્ટોબરે સુધીમાં પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરશે એવી સંભાવના છે.

તેની પહોળાઈ 118 થી 265 ફૂટ:
શું આ એસ્ટરોઇડથી કોઈ નુકસાન થશે? આ પ્રશ્નના જવાબમાં નાસા કહે છે કે શરૂઆતમાં કોઈ નુકસાન થવાની સંભાવના નથી, તેમ છતાં તેની ઝડપ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.નાસાના જણાવ્યા મુજબ, ગ્રહનો વ્યાસ 36 થી 81 મીટર છે, જ્યારે પહોળાઈ 118 થી 265 ફુટ સુધીની હોઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તેનું કદ બોઇંગ 737 પેસેન્જર વિમાન જેટલું મોટું છે.

પૃથ્વી પરથી દેખાશે નહીં આ ઉલ્કા:
નાસાએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી. એસ્ટરોઇડથી પૃથ્વીને નુકસાન થવાની સંભાવના ખૂબ ઓછી છે. આ ઉલ્કા સૌ પ્રથમ વૈજ્ઞાનિકોએ સપ્ટેમ્બર મહિનામાં જ જોયો હતો. અવકાશ એજન્સીએ કહ્યું કે ભલે આ ગ્રહ પૃથ્વીની નજીક આવી રહ્યો હોય, પણ તે પૃથ્વી પરથી દેખાશે નહીં. પૂર્વીય માનક સમય મુજબ, ગ્રહ બપોરે 1.12 વાગ્યે અને બ્રિટીશ સમય સાંજે 6.12 વાગ્યે સૌથી પૃથ્વીની નજીકથી પસાર થશે.

2027 સુધીમાં કોઈ પણ ખતરો નથી:
નાસાનું એમ પણ કહેવું છે કે આ ઘટના પછી, કોઈ ગ્રહ પૃથ્વીની કક્ષામાં ઔગ્સ્ટ 2027 સુધી પ્રવેશ કરશે નહીં. 24 સપ્ટેમ્બરે, એક ગ્રહ પૃથ્વીથી લગભગ 22,000 કિલોમીટર દૂર પસાર થયો, તેનું કદ સ્કૂલ બસ જેટલું જ હતું. નોંધપાત્ર વાત એ છે કે ‘યુએસએની  એજન્સી નાસા’ આવી ઘટનાઓ પર ધ્યાન રાખે છે અને તેમના વિશેની માહિતી પણ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *