બેઠા બેઠા પગ હલાવવા આ કારણે માનવામાં આવે છે અશુભ; જાણો શું છે વૈજ્ઞાનિક તથ્યો

Astro Tips: બેઠા અથવા સુતી વખતે પગ હલાવવા ખરાબ આદત માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર સાથે પણ તેનો સંબંધ ઉડો છે. શાસ્ત્રોના અનુસાર (Astro Tips) ખુરશી, બેડ વગેરે જેવી ઉંચી જગ્યાઓ પર બેસીને પગ હલાવવાથી કુંડળીમાં ચંદ્રમા દુર્બલ થઈ જાય છે. એવામાં ચંદ્રમાના અશુભ પ્રભાવથી વ્યક્તિને માનસિક તણાવથી પસાર થવું પડે છે.

ચંદ્રના દુષ્પ્રભાવથી થાય છે નુકસાન
ચંદ્રનાના દુષ્પ્રભાવના કારણે વ્યક્તિને કોઈ પણ કાર્યમાં શાંતિ નથી મળતી. તે મોટાભાગે સ્વાસ્થ્ય કે આર્થિક તંગીથી પરેશાન રહે છે. ધન ખર્ચમાં વધારો થાય છે.

માતા લક્ષ્મી થઈ જાય છે નારાજ
બેઠા બેઠા પગ હલાવવા માતા લક્ષ્મીની નારાજગીનું કારણ બની શકે છે. માન્યતા છે કે તેનાથી ઘરની બરકત જતી રહે છે અને દરિદ્રતાનો વાસ થવા લાગે છે.

માતા અન્નપૂર્ણાનું અપમાન
માતા અન્નપૂર્ણાનું નિરાદર માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. આજ કારણ છે કે ભોજન કરતી વખતે વૃદ્ધો પગ હલાવવાનો ઈનકાર કરે છે. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આખા પરિવારને ધન-ધાન્યની કમી ઉઠાવવાનો વારો આવે છે.

પૂજાનું નથી મળતુ ફળ
કહેવાય છે કે પૂજામાં બેઠા હોય ત્યારે પગ હલાવવાથી પૂજન-વ્રત નિષ્ફળ થઈ જાય છે. આ આદત વ્યક્તિની માનસિક ક્ષમતાને ઓછી કરી દે છે. એવામાં વ્યક્તિ કોઈ પણ વસ્તુમાં નિર્ણય નથી લઈ શકતા.

વૈજ્ઞાનિક કારણ
વિજ્ઞાનમાં પણ પગ હલાવવાને સ્વાસ્થ્ય માટે ખરાબ આદત માનવામાં આવી છે. મેડિકલ સાયન્સમાં પગ હલાવવાની આદતને રેસ્ટલેસ લેગ્સ સિંડ્રોમ જણાવવામાં આવ્યું છે અને આ એક ગંભીર બીમારી છે. આ બીમારીના કારણે હાર્ટ, કિડની, પાર્કિંસંસ સાથે સંબંધિત સમસ્યા વધી શકે છે.