અવારનવાર મકાન ધરાશાયી અથવા તો અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને કારણે ઘણાં માસુમ લોકોના મોત થતાં હોય છે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર જ સર્જાતાં હોય છે. થોડા દિવસ પહેલાં પણ પાકિસ્તાનમાં વિસ્ફોટની એક ઘટના સામે આવી હતી.
હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. પાકિસ્તાનમાં આવેલ પેશાવર ખાતે એક મદરેસામાં થયેલ ભીષણ વિસ્ફોટમાં કુલ 7 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે કુલ 70 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મદરેસા પેશાવરની દિર કોલોની નજીક આવેલ છે. વિસ્ફોટનું કારણ શું છે એની તપાસ કરવામાં આવી રહી છે.
ઘાયલ લોકોમાં મોટાભાગે તો બાળકો છે. ‘ડોન’ સાથેની વાતચીત કરતી વખતે પેશાવરનાં સિનિયર સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ મંસૂર અમને જણાવતાં કહ્યું હતું કે, વિસ્ફોટ પાછળનુ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ શરુઆતની તપાસમાં તો ગેસ એક્સપ્લોશન થયો હોવાંનાં પુરાવા સામે આવ્યા નથી.
ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ આસિમે જણાવતાં કહ્યું હતું કે, કુલ 70થી વધુ ગંભીર રીતે ઘાયલ થયેલ લોકોને અહીં લાવવામાં આવ્યા છે. ઘાયલ થયેલ મોટાભાગનાં બાળકોની હાલત ખુબ ગંભીર છે.
મંસૂરના જણાવ્યા પ્રમાણે તપાસમાં એક IED બ્લાસ્ટ જેવા નજરે આવી રહ્યો છે. જેને અંદાજે 5 કિલો એક્સપ્લોસિવનો ઉપયોગ કરીને અંજામ આપવામાં આવ્યું હોય એવું જણાઈ રહ્યું છે. હાલમાં પોલીસે સમગ્ર વિસ્તારમાં તેમજ મદરેસામાં આવેલ લોકોની પુછપરછ ચાલુ કરી દીધી છે. પોલીસે જણાવતાં કહ્યું હતું કે. જ્યારે વિસ્ફોટ થયો હતો ત્યારે બાળકોનો મદરેસામાં કુરાનનો ક્લાસ ચાલી રહ્યો હતો. કોઈ અજાણી વ્યક્તિ મદરેસામાં એક બેગ મુકીને ચાલ્યો ગયો હતો.
Huge explosion reported in Peshawar #Pakistan near a Madarsa. 5 kids killed and more than 30 injured in the blast pic.twitter.com/MVgzB4nj2H
— Al iskandar (@TheSkandar) October 27, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle