એકના એક દીકરાના મોતથી તણાવમાં સરી પડેલા દંપત્તિના જીવનમાં ફરી પ્રકાશ પથરાયો, 70 વર્ષની ઉંમરે આપ્યો જોડિયા બાળકને જન્મ

હાલ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 70 વર્ષનો વ્યક્તિ હાલ જોડિયા બાળકો (twins)નો પિતા બન્યો છે. હાવડાના રહેવાસી 70 વર્ષીય તપન દત્તા અને તેમની 54 વર્ષીય પત્ની રૂપા દત્તા હાલ જોડિયા બાળકોના માતા પિતા બન્યા છે. આ વૃદ્ધ દંપતી વર્ષ 2019માં પોતાના એકમાત્ર દીકરાને એક ટ્રેન અકસ્માત (Accident)માં ખોઈ બેઠા હતા.

મળતી માહિતી અનુસાર, પોતાના એકના એક દીકરાને અકસ્માતમાં ગુમાવવાને કારણે તેઓનું જીવન અંધકારમય બની ગયી હતી. ત્યારથી તે એકલતા અનુભવતા હતા. જેના કારણે તેઓએ ફરીવાર માતા પિતા બનવાનો નિર્ણય કર્યો. પરંતુ તેના માટે ઉંમર તેમનો સાથ નહોતી આપી રહી. તેમ છતાં પણ દંપતીએ હાર ના માની. તપન અને રૂપાએ કેટલાક ડોકટરોનો પણ સંપર્ક કર્યો અને આખરે ડોકટરોની સલાહ અને નિરીક્ષણના કારણે તે બંને જોડિયા બાળકોના માતા પિતા બન્યા છે.

જાણવા મળ્યું છે કે, બાળકોમાં એક દીકરો અને એક દીકરી છે. પરિવારજનોએ તેમનું ઘરમાં ફૂલો વરસાવી અને શંખ વગાડીને સ્વાગત કર્યું. તપને કહ્યું કે દીકરાના નિધનથી જીવનમાં એકલતા આવી ગઈ હતી અને તેથી અમે માતા પિતા બનવાનું નક્કી કર્યું. ત્યારે જોડિયા બાળકોના જન્મથી આજે ફરી અમારા જીવનમાં રોશની આવી છે.

આ અંગે તપને વધુમાં કહ્યું કે, ‘ડોકટરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ઉંમરમાં મારી પત્ની માટે ગર્ભ ધારણ કરવું જોખમકારક છે. પછી અમે હાવડા જિલ્લાના બાલી વિસ્તારમાં એક ડોક્ટરને મળ્યા. તેમની સલાહ અને મેડિકલ નિરીક્ષણમાં આમે ફરીવાર માતા પિતા બની ગયા. તેમને એમ પણ જણાવ્યું કે પ્રેગ્નેંસી દરમિયાન મારી પત્નીને કેટલીક શારીરિક તકલીફોનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ દૃઢ નિશ્ચય અને માનસિક બળના કારણે બધી જ તકલીફો દૂર થઇ ગઈ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *