Rain in Gujarat: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે હજી પણ ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના કોટડા સંઘાનીમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.બીજી તરફ આજે પણ દક્ષિણ ગુજરાતના (Rain in Gujarat) વલસાડમાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે સેવી છે.
24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના કોટડા સંગાની અને જૂનાગઢના મેંદરડામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
12 તાલુકામાં એકથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 12 તાલુકા એવા છે જ્યાં એક ઈંચથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.
વલસાડ અને જૂનાગઢમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 17 ઓક્ટોબર 2024, ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત પંચમહાલા, દાહોદ, વલોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડી શકે છે.
ખેડૂતોને આર્થિક નુકશાન
રાજ્યમાં પડી રહેલા પાછતરા વરસાદને કારણે ખેતીપાકોને ખૂબ જ નુકસાન થયુ છે. ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો છે. સોયાબીન, મગફળી, તલ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે રાજ્યમાં હજુ બે દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવાાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાંમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App