10 હજાર કલાકની મહામહેનતે તૈયાર થયું Athiya Shetty નું પાનેતર- જાણો કોણે તૈયાર કર્યું?

Athiya Shetty Wedding Lehenga: બોલિવૂડ સ્ટાર્સ તેમના વૈભવી અને શાહી લગ્નો માટે ખુબ પ્રખ્યાત છે. જ્યારે અભિનેત્રીઓ તેમના લગ્નના પાનેતર પર કરોડોનો ખર્ચ કરતા પહેલા…

Athiya Shetty Wedding Lehenga: બોલિવૂડ સ્ટાર્સ તેમના વૈભવી અને શાહી લગ્નો માટે ખુબ પ્રખ્યાત છે. જ્યારે અભિનેત્રીઓ તેમના લગ્નના પાનેતર પર કરોડોનો ખર્ચ કરતા પહેલા થોડું પણ વિચારતી નથી, ત્યારે સ્ટાર વરરાજા પણ મિત્રો અને ખાસ લોકોના રિસેપ્શનમાં એક ચપટીમાં લાખો કરોડોનો ખર્ચ કરી નાખે છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ આથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલ (KL Rahul) ના લગ્ન છે.

23 જાન્યુઆરીના રોજ અથિયા-રાહુલે હંમેશા માટે એકબીજાના થઇ ગયા છે. લગ્ન બાદ Athiya Shetty એ સુંદર તસવીરો શેર કરી છે. આથિયાએ તેના લગ્નમાં સુંદર લહેંગા ડિઝાઇન કરાવ્યા બાદ પહેર્યો હતો, જેને બનાવવામાં 10,000 કલાકનો સમય લાગ્યો હતો. આવો જાણીએ 10 હજાર કલાકમાં બનેલા આ લહેંગામાં શું છે.

કોણે તૈયાર કર્યું Athiya Shetty નું પાનેતર
આથિયા અને રાહુલની જોડી લગ્નમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને કપલે મેચિંગ વેડિંગ કોસ્ચ્યુમ પહેર્યા હતા. આથિયા અને રાહુલ પરથી કોઈ નજર હટાવી શક્યું નહીં. તમને જણાવી દઈએ કે, Athiya Shetty એ તેના લગ્નમાં હળવા ગુલાબી રંગનો લહેંગા પહેર્યો હતો, જેને ફેશન ડિઝાઇનર અનામિકા ખન્નાએ ડિઝાઇન કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ લહેંગાને તૈયાર કરવામાં 416 દિવસ એટલે કે એક વર્ષથી વધુનો સમય લાગ્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ લહેંગાની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેને ટ્રેડિશનલ લુકથી થોડો અલગ બનાવવામાં આવ્યો હતો. આ લહેંગા પેસ્ટલ કલરનો હતો અને તેના પર ચિકંકરી વર્ક, જાલી અને જરદોઝી વર્ક હતું. એક પોપ્યુલર મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં અનામિકાએ અથિયાના વેડિંગ લહેંગાની ખાસિયતો જણાવી છે.

તમને જણાવી દઈએ કે, આ આખો લહેંગા કોઈ પણ મશીન વગર હાથ વડે બનાવવામાં આવ્યો હતો. ઘૂંઘટ અને દુપટ્ટા રેશમી ઓર્ગેન્ઝાથી ઢંકાયેલો છે. આ લહેંગામાં કેનકેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેનો ઉપયોગ લહેંગાને પહોળો બનાવવા માટે થાય છે. બીજી તરફ વરરાજા કેએલ રાહુલની શેરવાની Athiya Shetty ના લહેંગાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી.

Athiya Shetty એ લગ્નમાં પહેરી હતી કુંદન જ્વેલરી
પાનેતરની સાથે અથિયાએ તેના લગ્નના ઘરેણાંની પણ સંપૂર્ણ કાળજી લીધી હતી. તેના વેડિંગ લુકને રિચ લુક આપવા માટે, આથિયાએ પોલ્કી નેકલેસ, મેચિંગ એરિંગ્સ, મા ટીકા, મેચિંગ બંગડીઓ અને જ્વેલરીમાં કલિરેથી પોતાને શણગારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *