કિંજલ દવેની સગાઇ તૂટ્યા બાદ હવે આ પ્રસિદ્ધ લોક ગાયિકાના થવા જઈ રહ્યા છે છૂટાછેડા? ચર્ચાઓએ પકડ્યું જોર

Divorce of Famous Gujarati Singer : ગુજરાતના જાણીતા સિંગર કિંજલ દવે (Kinjal Dave)ની સગાઇ તૂટ્યા બાદ હવે વધુ એક મોટા સમાચાર વહેતા થયા છે. વાત…

Divorce of Famous Gujarati Singer : ગુજરાતના જાણીતા સિંગર કિંજલ દવે (Kinjal Dave)ની સગાઇ તૂટ્યા બાદ હવે વધુ એક મોટા સમાચાર વહેતા થયા છે. વાત કરવામાં આવે તો હવે એક પ્રસિદ્ધ લોક ગાયિકાના છૂટાછેડા થવા જઈ રહ્યા છે. આગામી 15 દિવસની અંદર સિંગર છૂટાછેડા (Divorce of famous folk singer) લઈ શકે છે. તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

મહત્વનું છે કે, હાલમાં તો સામાજિક અગ્રણીઓ દ્વારા આ યુવા દંપતીનું લગ્નજીવન ટકી રહે તે માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં છૂટાછેડા લઈ શકે છે, તેવી ચર્ચા લોકોના મુખે વહેતી થઇ છે.

દુર કર્યા સોશિયલ મીડિયાના ફોટો

વાત કરવામાં આવે તો આ લોક ગાયિકા દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પતિ સાથેના તમામ ફોટો હટાવી દેવામાં આવ્યા છે. આ સિંગરના નામે સતત 10 કલાક સુધી ગાવાનો રેકોર્ડ છે. હાલમાં તો આ પ્રસિદ્ધ લોક ગાયિકા ડાયરા અને સંતવાણીના કાર્યક્રમમાં તગડી ફી વસુલે છે. સાથે જ આ ગાયિકા જેમનો ખુબ જ મોટો ચાહક વર્ગ છે.

લોક ગાયિકાની સગાઇ 2021માં થઇ હતી અને 2022માં તેઓ લગ્નગ્રંથીમાં જોડાયા હતા, બંનેએ પોતાના દાંપત્યજીવનની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પરંતુ હાલમાં આ તમામ ફોટોને સોશિયલ મીડિયામાંથી હટાવી દેવામાં આવ્યા છે. જેને કારણે લોકોના મુખે છૂટાછેડાની ચર્ચા તેજ બની છે.

મહત્વનું છે કે, સૌરાષ્ટ્રના ગાયક કલાકાર ભારતની અંદર જ આવેલા અંદબાર અને નિકોબાર નામના ટાપુ પર પોતાનું હનીમૂન સેલિબ્રેટ કરવા માટે પણ ગયા હતા. હનીમુન પ્રવાસની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયા મારફતે શેર કરવામાં આવી હતી. જેમાં તેઓ તેમના પતિ સાથે એન્જોય કરતા પણ જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે, આ લોક ગાયિકાએ ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કર્યો છે અને તેણે માત્ર 10 વર્ષની ઉમરે જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તે ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકામાં સુમાર છે. જયારે તેણે પોતાના કરિયરની શરૂઆત કરી ત્યારે તેઓની ફી માત્ર 50 રૂપિયા હતી અને હવે એક પ્રોગ્રામના 1 લાખથી લઈને 1.25 લાખ સુધીનો ચાર્જ લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

One Reply to “કિંજલ દવેની સગાઇ તૂટ્યા બાદ હવે આ પ્રસિદ્ધ લોક ગાયિકાના થવા જઈ રહ્યા છે છૂટાછેડા? ચર્ચાઓએ પકડ્યું જોર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *