ATM Transaction: જો તમે વારંવાર ATM માં પૈસા ઉપાડવા જાઓ છો તો આ સમાચાર તમને ચોંકાવી દેશે. હવે ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થવાના છે અને મશીનમાંથી (ATM Transaction) પૈસા ઉપાડવા માટે તમારા ખિસ્સા હળવા થવાના છે. ભારતીય રિઝર્વ બેન્કે (RBI) ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારાને મંજૂરી આપી દીધી છે અને આ વધેલો ચાર્જ 1 મે, 2025થી લાગુ થવા જઈ રહ્યો છે.
હોમ નેટવર્કની બહારના ATM મોંઘા થશે
રિપોર્ટ અનુસાર, 1 મેથી બદલાતા નિયમો (Rule Change From 1st May) મુજબ, જો હોમ બેન્ક નેટવર્કની બહાર ATM મશીનમાંથી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવે છે અથવા બેલેન્સ ચેક કરવામાં આવે છે તો યુઝર્સ વધુ ચાર્જ ચૂકવવા પડશે. નોંધનીય છે કે હાલમાં હોમ બેન્ક નેટવર્કની બહારના ATMનો ઉપયોગ કરવા માટે ચાર્જ લાગુ પડે છે અને 1 મેથી તેમાં વધુ વધારો થવાનો છે. નોંધનીય છે કે આ વધારો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના પ્રસ્તાવના આધારે RBI દ્વારા મંજૂર કરાયેલ સુધારાનો એક ભાગ છે.
1 મેથી ચાર્જ કેટલો વધશે?
રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી જો ગ્રાહકો તેમના હોમ બેન્કના ATM ને બદલે અન્ય નેટવર્ક બેન્કના ATM માંથી પૈસા ઉપાડતા હતા તો તેમને દરેક ટ્રાન્જેક્શન પર 17 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હતો જે 1 મેથી વધીને 19 રૂપિયા થઈ જશે. આ ઉપરાંત જો તમે અન્ય કોઈપણ બેન્કના ATM માંથી બેલેન્સ ચેક કરો છો તો તેના પર 6 રૂપિયાનો ચાર્જ લાગતો હતો, જે હવે વધારીને 7 રૂપિયા કરવામાં આવશે.
બેન્કોની મફત ટ્રાન્જેક્શન લિમિટ કેટલી છે?
ઉલ્લેખનીય છે કે આ શુલ્ક ત્યારે લાગુ પડે છે જ્યારે બેન્ક યુઝર્સ તેની મફત માસિક ટ્રાન્જેક્શન મર્યાદા પછી પૈસા ઉપાડે છે. મેટ્રો શહેરોમાં હોમ બેન્ક સિવાય અન્ય બેંકોના ATM માંથી મફત ટ્રાન્જેક્શનની મર્યાદા પાંચ નક્કી કરવામાં આવી છે, જ્યારે નોન-મેટ્રો શહેરોમાં આ મફત ટ્રાન્જેક્શનની લિમિટ ત્રણ છે.
વ્હાઇટ લેવલના એટીએમ ઓપરેટરો માંગ કરી રહ્યા હતા
વ્હાઇટ-લેબલવાળા એટીએમ ઓપરેટરો દ્વારા એટીએમ ઉપાડ ફીમાં વધારો કરવાની માંગ સતત કરવામાં આવી રહી હતી. તેમની દલીલ એવી હતી કે વધતા સંચાલન ખર્ચને ધ્યાનમાં રાખીને જૂની ફી ઓછી હતી. NPCI ના પ્રસ્તાવને RBI દ્વારા મંજૂરી મળ્યા બાદ નાની બેન્કો પર દબાણ વધવાની શક્યતા છે. હકીકતમાંતેમની મર્યાદિત માળખાગત સુવિધાને કારણે તેઓ અન્ય બેન્કોના ATM નેટવર્ક પર ખૂબ આધાર રાખે છે.
એ જાણવું અગત્યનું છે કે વધેલી ઇન્ટરચેન્જ ફી એ રકમ છે જે એક બેન્ક બીજી બેન્કને ચૂકવે છે જ્યારે તેનો કોઈ ગ્રાહક બીજી બેન્કના ATM નો ઉપયોગ કરીને પૈસા ઉપાડે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App