Bharuch Drugs Factory: સમગ્ર રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે જેને લઈને ભરુચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું(Bharuch Drugs Factory) રો-મટિરીયલ મળી આવ્યું છે. બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું MD ડ્રગ્સનું રો-મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યું છે.
ફાર્મા કંપનીમાંથી એમડી ડ્રગ્સનું રો મટીરીયલ પકડાયું
ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરીયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઇડીસીમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી એમ.ડી.ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરીયલ ઝડપાયું હતું.NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક મટિરીયલ મોટી માત્રામાં ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. ભરુચમાં સતત બીજી વખત આ પ્રકારનું મટીરીયલ મળી આવ્યું છે. આ અગાઉ પાનોલીમાંથી કરોડો રુપિયાનું નશીલા પદાર્થનું રો-મટરિયલ મળી આવ્યું હતું.
ડ્રગસ બનાવતી આખેઆખી ફેક્ટરી ઝડપાઈ
પોલીસે આ રો મટીરીયલનો જથ્થો એફ.એસ.એલ.માં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે.આ મામલામાં NDPS એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગસ બનાવતી આખેઆખી ફેક્ટરી ઝડપાઈ હતી. જ્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગસના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.
આ અગાઉ પણ ડ્રગ્સ બનાવવનું રો મટિરિયલ ઝડપાયું હતુ
આ પહેલા પણ ગુજરાતમાંથી ડ્રગ્સ બનાવવનું રો મટિરિયલ ઝડપાયું હતુ. ગુજરાત એટીએસ દ્વારા સુરતના પલસાણાની એક ફેક્ટરીમાં પણ થોડા મહિનાઓ પહેલા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં દરોડા પાડીને ગુજરાત ATS દ્વારા સુરતના કારેલીમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી.
ATSએ કરોડોના રો મટીરિયલની સાથે 2 લોકોને દબોચી લીધા હતા. આ મામલે ગુજરાત ATS દ્વારા અનેક દિશાઓમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત ATSની ટીમે કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના શેડમાં ચાલતી ફેક્ટરીમાં દરોડા પાડયા હતા. આ દરમિયાન ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ મળી આવ્યું હતું. અહીં ચુનાની ફેક્ટરીમાં આડમાં આ ગોરખ ધંધો ચલાવવામાં આવતો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App