સુરત(ગુજરાત): રાજ્યમાં અવારનવાર હત્યા(Murder)ના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં સુરત(Surat)ના પાંડેસરા પોલીસ કોલોની(Pandesara Police Colony) નજીક બે અજાણ્યા વ્યક્તિઓએ બે પિતરાઈ ભાઈઓ પર ચપ્પુથી જાનલેવા હુમલો કર્યો હતો. આ દરમિયાન બંને વ્યક્તિ એકની છાતીમાં ચપ્પુ ઘુસાડી(Push the paddle into the chest)ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ(Civil)માં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક રિતેશ ડી-માર્ટનો કર્મચારી અને પરિવારમાં એકનો એક દીકરો હોવાનું સામે આવ્યું હતું. આઇસક્રીમની લારી વાળાનું પૂછવા બાબતે થયેલી બોલાચાલીમાં હત્યા થઈ હોવાનું ઇજાગ્રસ્તના ભાઈ શિવમે કહ્યું હતું.
મૃતકનો પિતરાઈ ભાઈ શિવમએ કહ્યું હતું કે, આજે અમે ત્રણ મિત્રો રિતેશ, શિવમ અને સત્યમ પાંડેસરા પોલીસ કોલોની નજીક આઈસ્ક્રીમ ખાવા માટે ગયા હતા. તે દરમિયાન લારીવાળો ત્યાં ન દેખાતા ત્યાં ઉભેલા એક ઈસમને લારીવાળો ક્યાં છે? તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેને કારણે અજાણ્યા વ્યક્તિએ મજાકવાળો જવાબ આપ્યો હતો. સત્યમએ જણાવ્યું હતું કે, તો જા ને ભાઈ, બસ અહીંયા વાત પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ અજાણ્યો ઈસમ પણ ત્યાંથી ચાલ્યો ગયો હતો.
થોડા સમય પછી અજાણ્યો વ્યક્તિએ સ્પેલન્ડર બાઇક પર અન્ય એક વ્યક્તિને સાથે લાવ્યો હતો. બસ આવીને કંઈ પણ પૂછ્યા વગર ચપ્પુ વડે તેમના પર તૂટી પડયા હતા. આ દરમિયાન ઉપરા ઉપરી ચપ્પુ ફેરવતા શિવમના પેટના ભાગે અને બચાવવા આવેલા રિતેશને છાતીમાં ચપ્પુ મારી દીધું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતાં. આ પછી અમે ઇજાગ્રસ્ત રિતેશને ઓટો રીક્ષામાં લઇને તાત્કાલિક સિવિલ હોસ્પીટલમાં લઇ આવ્યા હતા.
જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રિતેશ પરિવારમાં એકનો એક છોકરો હતો. એક બહેન અને માતા-પિતાને રીતેશના મોતની જાણ થતા જાણે પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.