સુરતના અઠવાગેટ પર ચાલુ બુલેટમાં આગ લાગતા મચી ચકચાર, દંપતી અને બાળકનો થયો આબાદ બચાવ- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરના અઠવાગેટ(Athwagate) નજીકથી પસાર થતા એક દંપતીના બુલેટની બેટરીમાં શોર્ટસર્કિટ બાદ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવકે બુલેટ સાઈડમાં પાર્ક કરી પત્ની અને તેમના બાળક સાથે નીચે ઉતરી જતા ત્રણેયનો આબાદ બચાવ થયો હતો. સામેની હોસ્પિટલના કર્મચારીઓ ફાયર એક્સ્ટિન્ગ્યુશર(Fire Extinguisher) લઈઘટના સ્થળે દોડી ગયા હતા અને બુલેટ પર લાગેલી આગ(Bullets fire) પર કાબૂ મેળવી લીધો હતો.

ઘટના સ્થળે દોડી ગયેલી ફાયરબ્રિગેડે બુઝવવા માટેની કામગીરી કરી હતી. બપોરના સમયે આરીફ ઈસ્માઈલ ભટ્ટી બુલેટ પર પોતાની પત્ની અને બાળક સાથે અઠવાગેટ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક બુલેટમાં શોર્ટસર્કીટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જો કે, ઈસ્માઈલભાઈએ સાવચેતી દાખવીને તાત્કાલિક બાઈકને સાઈડ પર પાર્ક કરીને તેની પત્ની અને બાળકને બચાવીને સાઇડમાં લઈ લીધા હતા.

આ ઘટના દરમિયાન નજીકની હોસ્પિટલના સ્ટાફની નજર પડતાં તેઓ સમય સૂચકતા વાપરીને તરત જ ફાયર એક્સ્ટિન્ગ્યુશર લઈને બુલેટ નજીક દોડી આવ્યા હતા અને બુલેતમાં લાગેલી આગ બુઝાવી દીધી હતી. પાલિકાના ફાયર ઓફિસર નિલેશ દવેએ જણાવતા કહ્યું છે કે, બેટરીમાં શોર્ટસર્કિટ થતાં પેટ્રોલ લીકેજ હોવાના કારણે આગ લાગી હોવાની આશંકા છે. બાઈક પર દંપતી અને બાળક હતા તેઓ સમયસુચકતા વાપરીને અને નીચે ઉતરીને બાજુ પર ખસી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.

વધુમાં પાલિકાના ફાયર ઓફિસર નિલેશ દવેએ જણાવતા કહ્યું હતું કે, ઘટના બાદ સ્થળે લોકોની ભીડ એકથી થઇ ગઈ હતી. લોકો સળગી રહેલા બુલેટ પાસેથી મોબાઈલ માં વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો અઠવાગેટ બ્રિજ પરથી પણ મોબાઈલ વીડિયો બનાવી રહ્યા હતા. આવા સમયમાં મોબાઇલ વીડિયો બનાવવા સામે વાંધો ન હોય પણ ટ્રાફિક જામ કરી આવા કાર્ય કરવા સામે ફાયર ને નડતર રૂપ થાય એ સામે વાંધો હોય છે. બસ અમે એટલું જ કહીશું કે આવા સમયમાં મદદરૂપ થાઉં એજ જાગૃતતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *