ગૃહમંત્રીના શહેરમાં દિવસે ને દિવસે હત્યા ના બનાવો વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં હત્યાની કેટલીય ઘટનાઓ નોંધાઈ છે. લાગી રહ્યું છે કે, આ હેવાનોને હવે પોલીસ (Surat Police) નો પણ ડર રહ્યો નથી. કાં તો પોલીસે જ કાંઈ નથી કરી રહી! તેવું લાગી રહ્યું છે. આજે સામાન્ય જનતા ઘરની બહાર નીકળતા પહેલા 100 વાર વિચાર કરી રહી છે.
ક્રાઇમ સિટી બન્યુ સુરત- વધુ એક યુવકની સરાજાહેર હત્યા, જુઓ વિડિયો#surat #Crime #suratnews #trishulnews pic.twitter.com/QLeFh7cRNw
— Trishul News (@TrishulNews) February 4, 2022
હાલ ફરી એક વખત, જાહેરમાં જ લોકોની વચ્ચે છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરત શહેરના પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર એક યુવતીની છેડતી કરનાર અસામાજીક તત્વોને એક વ્યક્તિએ ઠપકો આપ્યો હતો. તેનો બદલો લેવા આ લુખ્ખાતત્વોએ વ્યક્તિને ૨૦થી વધુ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આટલું જ નહીં તેના દીકરાને પણ ત્રણ થી ચાર છરીના ઘા ઝીંક્યા હતા. પુત્રની નજર સામે પિતાની હત્યા થતાં લોકોમાં અફરાતફરી મચી છે.
ઇજાગ્રસ્ત હાલતમાં દીકરાએ કહ્યું કે ‘નજર સામે મારા પિતાને પશુની જેમ કપાતા જોયા. પરંતુ આ હુમલાખોરોને થોડી પણ દયા ન આવી.’ ઘટના સર્જાતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે, લગભગ સાંજના સાડા સાત વાગ્યે આ ઘટના બની હતી.
ઘટના અંગે પોલીસે જણાવતા કહ્યું કે, શીવાભાઈ અને તેમનો દીકરો યશવંત કાપડ માર્કેટમાંથી છૂટયા બાદ નાસ્તો કરવા આવ્યા હતા. તે દરમિયાન કેટલાક અસામાજીક તત્વો યુવતીની છેડતી કરી રહ્યા હતા. તે જોઈને શીવાભાઈ અસામાજિક તત્વોને ઠપકો આપ્યો હતો. બસ આ જ વાતનું માઠું લાગતા અસામાજિક તત્વોએ શિવાભાઇને મોતને ઘાટ ઉતાર્યા હતા, સાથોસાથ તેમના દીકરાને પણ ચપ્પુના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.
શીવાભાઈની નજર સામે તેમના દીકરાને ચપ્પુના ઘા મારતા જોઈ, તેમને અટકાવ્યા તો અસામાજિક તત્ત્વોએ શીવાભાઈ ને ૨૦થી વધુ ઘા મારી લોહીલુહાણ કરી નાખ્યા. ઇજાગ્રસ્ત હાલતમાં બંને બાપ-દીકરાને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, ત્યારે શિવાભાઇને મૃત જાહેર કર્યા. જાણવા મળ્યું છે કે હજુ પણ યશવંતની હાલત ખુબ જ નાજુક છે.
દિવસેને દિવસે હત્યાખોરો બેફામ બની રહ્યા છે, ત્યારે પોલીસ શું કરી રહી છે? લોકોમાં ડર વધતા અનેક સવાલો ઉભા થયા છે. શું ગૃહમંત્રીના શહેરમાં આમ જ ખુલ્લેઆમ જાહેરમાં લોકોની હત્યા થતી રહેશે? ઘણા વિસ્તારોમાં લોકો ઘરની બહાર જતા પહેલા સો વાર વિચાર કરી રહ્યા છે. ક્યાં સુધી સામાન્ય જનતાને અસામાજિક તત્વોના ડરથી ઘરમાં પુરાઈ રહેવું પડશે? શીવાભાઈએ તો યુવતીની છેડતી કરનાર અસામાજિક તત્વોને ઠપકો આપ્યો હતો, પરંતુ તેના બદલામાં શીવાભાઈ ને મોત મળ્યું! તો તેનો જવાબદાર કોણ? શું શીવાભાઈને અને તેમના પરિવારને ન્યાય મળશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.