ગુજરાતી સિંગર કિંજલ દવે પર હુમલાના પ્રયાસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોના આધારે કિંજલ દવે ગરબાના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ હતી. જ્યાં અગમ્ય કારણોસર કેટલાક યુવાનો ઉશ્કેરાઈને ચાલુ ગરબે સ્ટેજ પર ચઢી આવ્યા હતા અને કિંજલ દવેને મારવાની કોશિશ કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો આબુનો છે જ્યાં એક ખાનગી પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોના ટોળાએ કિંજલ દવેનો વિરોધ કરી સ્ટેજ સુધી ધસી આવ્યા હતા.
કિંજલ દવે સાથે કેટલાક લોકો હુમલો કરે તે પહેલા જ બાઉન્સરોએ કિંજલ દવેને ઘેરી લીધી હતી અને હુમલો કરવા આવેલા લોકોને સ્ટેજ નીચે ઉતાર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે 23મી ઓક્ટોબરે આબુની એક ખાનગી રિસોર્ટ ખાતે ગરબાનું આયોજન રાખવામાં આવ્યુ હતું જેમાં કિંજલ દવે ગરબા ગાવા ગઈ હતી. કેટલાક યુવાનો સ્ટેજ પર ચઢીને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો.
મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી ગુજરાતી લોકસંગીતને જીવંત રાખવાનો પ્રયાસ કરતી તેમજ પોતાના મધૂર કંઠ અને અદાથી ગુજરાત ભરમાં જાણીતી કિંજલ દવે પર હુમલાનો પ્રયાસ ખુબ જ નિંદનીય છે.