લોહીમાં પાણી અને કેમિકલ ભેળવીને વેચવાના મોટા રેકેટનો થયો પર્દાફાશ

ઉત્તર પ્રદેશ એસટીએફએ પાટનગર લખનઉમાં ચાલી રહેલી લોહીના કાળા બિઝનેસનો ભાંડાફોડ કરતા સાત લોકોની પકડી પાડ્યા છે. પકડવામાં આવેલા લોકો લોહીમાં કેમિકલ અને પાણી ભેળવીને…

ઉત્તર પ્રદેશ એસટીએફએ પાટનગર લખનઉમાં ચાલી રહેલી લોહીના કાળા બિઝનેસનો ભાંડાફોડ કરતા સાત લોકોની પકડી પાડ્યા છે. પકડવામાં આવેલા લોકો લોહીમાં કેમિકલ અને પાણી ભેળવીને તેને વેચી રહ્યા હતા. એસટીએફએ ગુરુવારે મોડી રાત્રે દરોડાં કરીને મડિયાંવ સ્થિત બે હોસ્પિટલમાં દરોડાં કર્યા હતા.

દરોડા દરમિયાન લોહીની આઠ બોટલ મળી આવી હતી. હાલ આ અંગે ઉત્તર પ્રદેશ એસટીએફ તપાસ કરી રહી છે. મોડી રાત સુધી એસટીએફએ બ્લડ બેંકના દસ્તાવેજો અને કર્મચારીઓની વિગતો તપાસી હતી.

એસટીએફ તરફથી કરવામાં આવેલી દરોડાંની કાર્યવાહી ખૂબ ગુપ્ત રાખવામાં આવી હતી. સ્થાનિક પોલીસને પણ તેની ખબર પડી ન હતી. નસીન નામનો વ્યક્તિ આ કાૌભાંડનો સૂત્રધાર હોવાનું માલુમ પડ્યું છે. આ અંગે શુક્રવારે ડીજીપી કાર્યાલય તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે.

એસટીએફના જણાવ્યા પ્રમાણે મડિયાંવમાં ઘણા સમયથી આ કાળો બિઝનેસ ચાલતો હતો. એસટીએફએ આશરે 15 દિવસ પહેલા બ્લડ બેંકની રેકી કરી હતી. પુરાવા તેમજ તથ્યો મળ્યા બાદ એસટીએફના ડેપ્યુટી એસપી અમિત નાગરના નેતૃત્વમાં મોડી રાત સુધી દરોડાંની કાર્યવાહી ચાલી હતી.

એસટીએફના જણાવ્યા પ્રમાણે આરોપીઓ કેમિકલ અને પાણી ભેળવીને બે યુનિટ બ્લડ બોટલમાંથી ત્રણ યુનિટ બનાવતા હતા. અહીં કોઈ જ મેડિકલ ડીગ્રી વગર કર્મીઓ કામ કરતા હતા. બ્લડ બેંકમાં કોઈ જ ડોક્ટર નોકરી પર ન હતો. ધરપકડ કરવામાં આવેલા તમામ યુવકો ધોરણ-10 સુધી ભણ્યા છે.

આ લોકો એક યુનિટ લોહી માટે રૂ. 3500 વસૂલ કરતા હતા. આ ટોળકી મજૂરો અને રિક્ષા ચાલકો પાસેથ રૂ. 1000-1200માં એક બોટલ લોહી ખરીદતા હતા. જેમાં બાદમાં પાણી અને કેમિકલ ભેળવવામાં આવતું હતું અને માર્કેટમાં વેચી દેવામાં આવતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *