નકલીના ભરડામાં ગુજરાત: વડોદરામાં બોગસ બર્થ સર્ટિફિકેટથી આધાર કાર્ડ કઢાવવાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો

Vadodara Bogus Birth Certificate: જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા (Vadodara Bogus Birth Certificate) માટે કવાયત તેજ કરી દેવાઈ છે. વડોદરામાં ઘૂસણખોરોની તપાસ વચ્ચે નકલી બર્થ સર્ટિફિકેટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરા મહાનગર પાલિકાના સેશન્સ ઓફિસર શમિક જોશીએ નકલી બર્થ સર્ટિફિકેટ ઝડપી પાડ્યું છે. આ બાબતે તેમણે પોલીસને બોલાવી હતી પરંતુ અડધો કલાક સુધી પોલીસ નહીં આવતા તેમણે પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં.

કોઈ એજન્ટ પાસે જન્મનો દાખલો કઢાવ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં ઘૂસણખોરોની તપાસ વચ્ચે નકલી બર્થ સર્ટિફિકેટનો પર્દાફાશ થયો છે. કાસીદ સિદ્દિકી અને રાબિયા સિદ્દિકી નામના વ્યક્તિ આધાર કઢાવવા માટે આવ્યા હતાં. તેમાં પુરાવા રૂપે જન્મનો દાખલો બોગસ હોવાનું સામે આવ્યું હતું. બંનેનો જન્મનો દાખલો નકલી હોવાનો પર્દાફાશ થયો હતો. પુત્ર સાદિક અને માતા રાબિયા સિદ્દિકી બંને મૂળ ઉત્તર પ્રદેશના છે અને તેમણે કોઈ એજન્ટ પાસે જન્મનો દાખલો કઢાવ્યો હતો.

પોલીસની ઢીલી નીતિને કારણે બાંગ્લાદેશીઓ વસ્યા
પાલિકાના સેશન્સ ઓફિસર શમિક જોશીએ આ મુદ્દે પોલીસને બોલાવી હતી. પરંતુ પોલીસ અડધા કલાક સુધી નહીં આવતા તેમણે પોલીસ પર આક્ષેપો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, પોલીસની ઢીલી નીતિને કારણે બાંગ્લાદેશીઓ વસ્યા છે.

રાવપુરા પોલીસે આધાર કાર્ડ માટે આવેલા માતા અને પુત્રની કરી ધરપકડ હતી. આ બંને જણા બે વર્ષથી જી.આઈ.ડી.સીમાં રહે છે. વડોદરામાં પણ અમદાવાદના ચંડોળા તળાવના લલ્લા બિહારી જેવું કૌભાંડ બહાર આવી શકે છે.