પરિવારનો દુશ્મન બન્યો દીકરો: માતા-પિતા, પત્ની સહિત પુત્ર પર કર્યો જીવલેણ હુમલો અને પોતે પણ કર્યો આપઘાત…

Surat Crime News: સુરતના સરથાણા વિસ્તારમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે જેમાં એક યુવકે તેના માતા પિતાને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા એટલું જ નહીં તેની પત્ની અને પુત્રને પણ ચપ્પુ મારી દેતા પત્ની અને પુત્રનું મોત નિપજ્યું છે. આ ઘટના બાદ યુવકે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. હાલ યુવક (Surat Crime News) અને તેના માતા પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પુત્ર બન્યો હેવાન
સુરતના સરથાણથી વહેલી સવારે સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. જેમાં સરથાણ વિસ્તારમાં આવેલી સૂર્યા ટાવર સોસાયટીમાં એક યુવકે માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુ વડે ઘા કર્યા હતા. ત્યારબાદ પોતાના ગળાના ભાગે ચાકુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને આ યુવકનું નામ સ્મિત જીયાણી હોવાનું સામે આવ્યું છે.

આ સાથે જ આ પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જો કે યુવકના ઘાતકી હુમલામાં પત્ની અને બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર યુવકને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોતે આપઘાતનો કર્યો પ્રયાસ
સ્મિત જીયાણી પોતાની પત્ની અને પુત્રને હત્યા કરી હતી. જે બાદ તેના માતા-પિતાને પણ ચપ્પુના ઘા માર્યા હતા અને પોતે પણ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને લઈને ચકચાર મચી ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પોલીસે તપાસ હાથ ધરી
બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. યુવકે એવું કેમ કર્યું તે હાલ સામે આવ્યું નથી. આ મામલે આગામી સમયમાં વધુ માહિતી સામે આવી શકશે.