યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવ્યો સોનુ સૂદ- દરેક માતા પિતાને કહ્યું- ‘તમે ચિંતા નહિ કરતા, હું છું!’

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે યુદ્ધ ચાલુ છે. હજારો ભારતીય વિદ્યાર્થીઓ(Indian students) હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. આ સ્થિતિમાં અભિનેતા સોનુ સૂદે(Actor Sonu Sood) ફરી એકવાર મસીહા બનીને ત્યાંના વિદ્યાર્થીઓની મદદ કરી છે. યુક્રેનથી પાછા ફરેલા કેટલાક વિદ્યાર્થીઓએ યુદ્ધની પરિસ્થિતિમાં સોનુ અને તેની ટીમે વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરી તેનું વર્ણન કર્યું.

સોનુ સરે અમને મદદ કરી: હર્ષ નામનો વિદ્યાર્થી
હર્ષ નામના વિદ્યાર્થીએ કહ્યું, અમે અહીં કિવમાં અટવાયેલા છીએ. સોનુ સૂદ સર અને તેમની ટીમે અમને અહીંથી બહાર નીકળવામાં મદદ કરી છે. અમે લ્વિવ માટે રવાના થયા છીએ જે એક સુરક્ષિત સ્થળ છે. ત્યાંથી અમે આરામથી ભારત પહોંચીશું.

નવી આશા આપવા બદલ આભાર
તે જ સમયે ચારુએ કહ્યું કે, હું કિવથી જાઉં છું. સોનુ સરએ યોગ્ય સમયે મદદ કરી, થોડા સમય પછી અમે લ્વીવ પહોંચીશું. ત્યાંથી આજે રાત્રે પોલેન્ડ બોર્ડર પાર કરીશું. ખૂબ ખૂબ આભાર તમે અને તમારી ટીમે અમને એક નવી આશા આપી છે.

આ મારું સૌથી મુશ્કેલ કામ છેઃ સોનૂ સૂદ
સોનૂ સૂદે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર એક વીડિયો શેર કરતા લખ્યું, ‘યુક્રેનમાં અમારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મુશ્કેલ સમય અને કદાચ મારું અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ અસાઇનમેન્ટ. સદનસીબે, અમે ઘણા વિદ્યાર્થીઓને સરહદ પાર કરીને સુરક્ષિત વિસ્તારમાં જવા માટે મદદ કરી શક્યા. ચાલો પ્રયત્ન કરતા રહીએ, તેમને આપણી જરૂર છે. સોનુ સૂદે પોસ્ટમાં ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસનો પણ આભાર માન્યો છે.

અત્રે ઉલેખનીય છે કે, કોરોના વાયરસથી ડરીને જ્યારે લોકો તેમના ઘરોમાં બેઠા હતા, ત્યારે સોનુ સૂદ સ્થળાંતર કામદારોને મદદ કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા. મહારાષ્ટ્રથી પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે મોકલ્યા પછી તેઓએ સામાજિક કાર્ય બંધ કર્યું નહીં. જ્યાંથી લોકોએ મદદ માટે વિનંતી કરી તે સમયે સોનુ સૂદ અને તેની ટીમ તેમની મદદ માટે હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *