ક્રિકેટ જગતમાં ક્યારેય નહિ જોયો હોય આવો અદભૂત કેચ, વિડીયો જોઈને પણ વિશ્વાસ નહિ થાય

ન્યુઝીલેન્ડમાં ડોમેસ્ટિક ફર્સ્ટ-ક્લાસ ચેમ્પિયનશિપ રમાય છે. જેનું નામ પ્લંકેટ શીલ્ડ છે. આ ટુર્નામેન્ટની 2022/23 સીઝન રમાઈ રહી છે. 18 ઓક્ટોબરે આ ટૂર્નામેન્ટમાં આવો જ એક અદ્ભુત કેચ લેવામાં આવ્યો હતો. જેણે જોયું તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

વાસ્તવમાં, ફિલ્ડરે પોતાની પોઝિશન એટલી ઝડપથી બદલી અને કેચ પકડ્યો કે કોઈને વિશ્વાસ ન થઈ શક્યો. અમે જે કેચની વાત કરી રહ્યા છીએ તે ઓકલેન્ડના વિલિયમ ઓ’ડોનેલે પકડ્યો હતો. ટુર્નામેન્ટની બીજી મેચ ઓકલેન્ડ અને ઓટાગોની ટીમો વચ્ચે રમાઈ રહી છે. જેની શરૂઆત 18 ઓક્ટોબરે થઈ હતી. આ મેચમાં ઓકલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આંખના પલકારામાં પકડ્યો કેચ
44મી ઓવરમાં સ્પિનર ​​વિલિયમ સોમરવિલે બોલ નાખ્યો, ફિલિપ્સ તરત જ સ્કૂપ શોટ રમવા ગયો, તે શોટ રમતા પહેલા સ્લિપમાં ઊભેલા વિલિયમ ઓ’ડોનેલે બેટ્સમેનનો શોટ સ્ટીમ કરીને વિકેટકીપરની પાછળથી લેગ સ્લિપ તરફ ભાગ્યો. જેવો જ બેટ્સમેને શોટ રમ્યો. તે વિકેટકીપર પાછળથી ભાગવા લાગ્યો, પછી ડોનેલે પાછળથી આવીને શાનદાર કેચ પકડ્યો. આ કેચના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

જો મેચની વાત કરીએ તો આ વિકેટ બાદ ઓટાગોની આખી ટીમ 261 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઓકલેન્ડની ટીમે છ ઓવરમાં નવ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. ખાસ વાત એ છે કે આ શાનદાર કેચ લેનાર ઓકલેન્ડના ઓપનર વિલિયમ ઓ’ડોનેલ આ મેચમાં ગોલ્ડન ડક સાથે પરત ફર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *