ક્યારે સુધરશે આવા નબીરાઓ: અમદાવાદમાં આંબલી રોડ પર ઓડી કારે 4 થી 5 લોકોને લીધા અડફેટે, જુઓ વિડીયો

Ahemdabad Hit and Run: અમદાવાદ શહેરમાં મોંઘીદાટ કારના ચાલકે ફરી એકવાર ભયંકર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આ વખતે શહેરના આંબલી બોપલ રૉડ પર એક નશો કરીને કાર ચલાવનારા શખ્સે એક પછી એક પાંચ વાહનોને (Ahemdabad Hit and Run) અડફેટે લીધા હતા. જોકે, કાર ચાલક એટલી હદે નશો કરીને આવ્યો હતો કે તે ત્યાંથી ભાગી ના શક્યો અને લોકોએ પકડીને મેથીપાક ચખાડ્યો હતો. હાલમાં આ નશામાં ધૂત યુવક પોલીસના શકંજામાં હોવાનું સામે આવ્યું છે.

ઇસ્કોન રોડ પર ફરી એક હિટ એન્ડ રનની ઘટના બની
મોંઘીદાટ ગાડીઓમાં આવતા એક નબીરાએ પાંચ જેટલી કાર અને બાઇકોને ટક્કર મારી હોવાની ઘટના બની છે. નોંધનીય છે કે, અમદાવાદના આંબલી ઇસ્કોન રોડ પર ફરી એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદમાં નબીરોઓને આંતક વધી ગયો છે. બોપલમાં નશામાં ધૂત કારચાલક બેફામ બની કાર ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ નબીરાએ અન્ય વાહનોને પણ હડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના અત્યારે સીસીટીવી વીડિયો પણ સામે આવ્યાં છે.

લોકોએ આપી પ્રતિક્રિયા
ઘટના સ્થળે હાજર વ્યક્તિએ જણાવ્યું કે, મારી કાર પણ અડફેટે લીધી હતી. બીજા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. 100થી વધુની સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. આ નબીરાઓને જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી સુધરવાના નથી. કાર અથડાઈ તે બાદ કારમાં બેઠા-બેઠા સ્મોકિંગ કરી રહ્યો હતો. કારમાંથી બહાર કાઢ્યો તો સ્પ્રે લગાવતો હતો. તે રસ્તા પર વાંકીચૂકી ગાડી ચલાવી રહ્યો હતો.

મારી ગાડીને ટક્કર માર્યા પછી આગળ એક્ટિવા પર જતી યુવતીને ટક્કર મારી હતી. તે વ્યક્તિ નશામાં હતો. તે કોઇ અલગ પ્રકારનો સ્પ્રે પણ નાંખી રહ્યો હતો. અમે પોલીસને જાણ કરી હતી. પોલીસને ફોન કર્યો અને પોલીસ આવી ત્યાં સુધીમાં 40 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. આ દરમિયાન તેણે ફરી ગાડીને રેસ આપી અને અન્ય ત્રણ કારને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલીક બાઇકને કચડી હતી. ભગવાનની દયા છે કે કોઇ જાનહાની થઇ નથી

કારચાલક નબીરાએ એક સાથે 5 જેટલી કારને હડફેટ મારી
નોંધનીય છે કે, ઓડીચાલક નશામાં ધૂત હતો અને બેફામ ગાડી ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ કારચાલક નબીરાએ એક સાથે 5 જેટલી કારને ટક્કર મારી હતી. જેના કારણે લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. જો કે, અત્યારે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી દીધી છે. વિગતો એવી પણ સામે આવી છે કે, અમદાવાદના આંબલી બોપલ રોડ પર ટાટા શો રૂમ પાસે એક કાર ચાલકે ચારથી પાંચ વાહન ચાલકોને અડફેટે લીધા ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકને અધમુવો કરી દીધો છે.