ગુજરાતના ઉપલેટાના પાદવ રોડ ઉપર આવેલી સર્વોદય સોસાયટીમાં હૈયુ હચમચાવી મૂકે તેવી બે દિવસ પહેલા ઘટના ઘટી ગઈ હતી. મા સમાન સગી કાકીએ ગુસ્સામાં આવીને 9 વર્ષની ભત્રીજી આયુષીને માથા પર દસ્તાના ઘા કરી હત્યા કરી. આ ઘટનાને પરિવારથી છુપાવમાં માટે મહિલાએ તેના પતિની મદદ લીધી હતી. એટલુજ નથી પરંતુ બાળકીને પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા જેથી પુરાવા નાશ થઇ જાય. માસૂમ બાળકીની હત્યાના ગુનામાં કૂર કાકી વંદના તેમજ પુરાવાનો નાશ કરવા મદદગારી કરવાના આરોપસર બાળકીના પિતા અને કાકાની ધરપકડની કાર્યવાહી શરુ કરાય છે.
કિરણબેન ચેતનભાઈ નિમાવત નામની એક મહિલા ગુરુવારે સવારે સાત વાગ્યે ઉપલેટા પોલીસ સ્ટેશને જઈને પોલીસ ઈન્સ્પેક્ટર કે.કે. જાડેજાને જણાવે છે કે, ‘મારી પુત્રીનું બે દિવસ પહેલાં દાદરા પરથી પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું અને તેની અંતિમ વિધિ પણ કરી નાખવામાં આવી છે. જોકે આ ઘટનામાં મને કંઈક શંકા લાગે છે. મહિલાની આ વાત સાંભળીને પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા અને તેમના સ્ટાફ ઉપલેટાના યાદવ રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં નિમાવત પરિવારના ઘરે પહોંચે છે.
મંગળવારે ચાર વાગ્યે ચેતનભાઈ અને તેના ભાઈ મયૂરને ઘરેથી ફોન આવે છે કે, આયુષિ દાદરા પરથી પડી ગઈ છે. આ સમયે ચેતનભાઈએ મયૂરને કહ્યું કે, ઘરે રોજ ડખા ચાલે છે માટે તું જા અને જોઈ આવ કે ઘરે શું થયું છે. ત્યારબાદ મયુરભાઈની પત્ની બાળકીને હોસ્પિટલ લઇ જતા હતા. ત્યાં ડોકટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. ચેતનભાઈ એ ઘરે આવી ને આયુષી જ્યાંથી પડી હતી ત્યાં જઈને જોયું તો ત્યાં લોહી ના હતું પણ અગાશી પર લોહી જોય ને તેને વંદના પર શક ગયો હતો. ત્યારબાદ તેના નાના ભાઈ ને ફોન કરીને ઘરે બોલાવો અને બધી વાતની જાણ કરી હતી. બંને ભાઈને વંદના કૃત વિષે જાણ હોવા છતાં પરિવાર ને કહેવાના બદલે તેને લોહીના ડાઘા સાફ કરી નાખ્યા હતા.
નિમાવત પરિવારે નક્કી કર્યા મુજબ જેની હત્યા થઈ હતી તે આયુષિના માતા કિરણબેન ગુરુવારે પોલીસ પાસે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરાઈ. પોલીસે તપાસ શરુ કરી હતી. આયુષિની જ્યાં અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યાંથી રાખ અને અસ્થિને પણ પુરાવારૂપે એકત્ર કરાયા હતા. કુલ 35 વસ્તુ પોલીસે જપ્ત કરી તપાસ આગળ વધારી હતી.
તપાસ કરનાર પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજાએ જણાવ્યું હતું કે, મંગળવારે વંદનાનો પુત્ર ઓમ અને કિરણબેનની બીજી દીકરી કાવ્યા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બધાએ વંદનાને જ દોષિત ઠેરવી હતી. આથી વંદના ગુસ્સે ભરાઈ હતી અને આયુષિને પતાવી દેવાનો પ્લાન કર્યો. તેના ભાગરૂપે અગાસી પર એક ધાબળો અને લોખંડનો દસ્તો સવારે જ અગાસી પર મૂકી આવી હતી. કિરણબેન, તેમની પુત્રી કાવ્યા અને વંદનાનો પુત્ર માનવ સાથે બીજા માળે એક રૂમમાં હતા. આયુષિના દાદા-દાદી અને વંદનાનો નાનો પુત્ર મંત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. આયુષિ હોલમાં બેસીને ટીવી જોઈ રહી હતી. આ સમયે મોકો જોઈને વંદના તેની પાસે આવી હતી અને કહ્યું ‘હાલ હું તને એક વસ્તુ બતાવું’ ત્યારબાદ આયુષિને અગાસી પર લઈ જઈ ધાબળા પર બેસાડીને કહ્યું તું ઊંધી સૂઈ જા. આયુષિ જેવી ધાબળા પર સૂતી તેની સાથે જ પાછળથી દસ્તાનો માથા પર ઘા ઝીંકી દીધો. આયુષિ પડખું ફરીને સીધી થઈ તે સાથે જ કપાળની વચોવચ્ચ બીજો ઘા મારી ખોપરી ફાડી નાખી. બાદમાં બે હાથથી આયુષિની લાશ હાથમાં લઈ બીજામાળે પહોંચી લાશ દાદરા પર ફેંકી દીધી.
આયુષિએ જે કપડાં પહેર્યા હતા તે લોહીવાળા કપડાં વંદનાએ ઉકરડા પર નાખી આવી હતી ત્યાંથી પોલીસે આ કપડા મળી આવ્યા હતા. તપાસનીશ પોલીસ અધિકારી જાડેજાએ જણાવ્યું હતું કે, ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટર કણસાગરાએ ઉપરોક્ત ઘટના અંગે પોલીસને જાણ નથી કરી આથી તેઓની આ કેસમાં શું ભૂમિકા છે તે મુદે્ પણ પૂછપરછ કરી તપાસ કરવામાં આવશે. ઉપલેટા પોલીસે આયુષિની હત્યા કરી નાખવાના કેસમાં વંદના નિમાવત અને પુરાવાનો નાશ કરવાના પ્રકરણમાં આયુષિના પિતા ચેતનભાઈ અને વંદનાના પતિ મયૂર નિમાવતની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.