હાલમાં પટેલ સમાજ એક ખુબ આનંદનાં સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ (Saurashtra Patel Seva Samaj) દ્વારા વાલક પાટિયા (Walk boards)માં 200 કરોડના ખર્ચે નિર્માણ થનાર હોસ્ટેલનું ભૂમિપૂજન 15 ઓક્ટોબર એટલે કે, દશેરા (Dussehra) ના દિવસે PM નરેન્દ્ર મોદી વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી કરશે.
CM ભૂપેન્દ્ર પટેલ ખાતમુહૂર્ત કરશે. મુખ્ય નામકરણ દાતા હંસરાજ ગોંડલિયા પરિવાર, વલ્લભ લખાણી તથા હોસ્ટેલ પ્રોજેક્ટના મુખ્ય દાતાઓ ખાસ હાજર રહેશે. સંસ્થાના પ્રમુખ કાનજી ભાલાળા જણાવે છે કે, સુરતમાં નિર્માણ પામી રહેલ હોસ્ટેલ એ ફક્ત હોસ્ટેલ નહીં પણ પટેલ સમાજ માટે મહત્ત્વનું કેન્દ્ર બની રહેશે.
સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે. હોસ્ટેલની સાથે-સાથે 500 બેઠક ધરાવતું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર પણ કરવામાં આવશે. આની સાથોસાથ પાટીદાર ગેલરી પણ તૈયાર કરવામાં આવશે કે, જેમાં છેલ્લાં 2,000 વર્ષના ઇતિહાસને મૂર્તિમંત્ર કરવામાં આવશે.
આની સાથે જ સરકારી સહાય માર્ગદર્શન કેન્દ્ર અનેકવીધ સંગઠનોની સેવાપ્રવૃત્તિના સંકલન માટે સેવા સેતુ સેન્ટર તેમજ યુવા ઉદ્યોગ સાહસિકો માટે બિઝનેસ કનેક્ટ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. સાથોસાથ હજારો વિદ્યાર્થી માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
પટેલ સમાજ અનેવિધ સમાજલક્ષી કાર્યો કરતું આવ્યું છે ત્યારે આ અનોખા કાર્યથી પણ સમાજનાં ગૌરવમાં વધારો થયો છે. આની સાથે જ અમદાવાદમાં પણ SP રિંગ રોડ પર વૈષ્ણવદેવી સર્કલ પાસે ‘વિશ્વ પાટીદાર સમાજ’ “સરદારધામ”નું અંદાજે 200 કરોડ રૂપિયાના ખર્ચે કુલ 11,670 સ્ક્વેર મિટરના પ્લોટમાં 7 લાખ સ્ક્વેર ફૂટમાં નિર્માણ પામ્યું છે.
PM નરેન્દ્ર મોદીએ 11 સપ્ટેમ્બરે સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આની ઉપરાંત પાસેની જમીનમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે 2,500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનાવવામાં આવશે કે, જેનું પણ PM મોદી વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.