ઓસ્ટ્રેલિયન ફેન્સે વટાવી અશ્લિલતાની તમામ હદ, ચાલુ મેચમાં ઉડ્યાં કોન્ડોમના ફુગ્ગા! જુઓ વિડીયો

Condom Balloons: ઓસ્ટ્રેલિયામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ રમાઈ રહી છે. મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટનો બીજો દિવસ ભારત માટે ખાસ રહ્યો નહોતો. ટેસ્ટ મેચના પહેલા દિવસની જેમ બીજા દિવસે પણ મેદાન પર કેટલીક (Condom Balloons) રસપ્રદ ઘટનાઓ જોવા મળી છે. મેલબોર્નમાં બોક્સિંગ ડે ક્રિકેટનો આનંદ માણવા માટે હજારો લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. તે દરમિયાન ક્રિકેટ ગ્રાઉન્ડ પર કેટલાક એવા દૃશ્યો જોવા મળ્યાં જેને જોઈને મેદાન પર હોબાળો મચી ગયો છે.

ફેન્સે કોન્ડોમનો ફુગ્ગો બનાવીને હવામાં ઉડાડ્યો
મેલબોર્નમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં બીજો દિવસ સંપૂર્ણ રીતે ઓસ્ટ્રેલિયા પક્ષમાં રહ્યો હતો. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં બનાવેલા 474 રનનો પીછો કરવા ઉતરી હતી. આ દરમિયાનટી મ ઇન્ડિયાએ 164 રન પર 5 વિકેટ ગુમાવી દીધી છે. આ દરમિયાન મેદાનમાં પર કંઈક એવું જોવા મળ્યું જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ જોર પકડ્યું છે. જી હા, ચાલુ મેચે કેટલાક ફેન્સે કોન્ડોમનો ફુગ્ગો બનાવીને હવામાં તરતો મૂકતા મેદાન પર હોબાળો મચી ગયો હતો.

કોન્ડોમના ફુગ્ગાઓ હવામાં ઉડતા સ્ટેડિયમમાં હોબાળો
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે. સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું છે, તે દરમિયાન કેટલાક ફેન્સ દ્વારા ચાલુ મેચે કોન્ડોમનો ફુગ્ગાઓ બનાવીને હવામાં છોડી દીધા હતા. ચાલુ રમતે કોન્ડોમના ફુગ્ગાઓ હવામાં ઉડતા સ્ટેડિયમમાં હોબાળો થઈ ગયો હતો.

જોકે પવનના કારણે ફુગ્ગો મેદાનમાં પ્રવેશ્યો નહોતો અને રમતમાં કોઈ વિક્ષેપ પડ્યો નહોતો. હાલ ચાલુ મેચે કોન્ડોમના ફુગ્ગાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વીડિયો લઈને યુઝર્સ પણ અવનવી કોમેન્ટ કરી રહ્યા છે.

લોકોએ કરી અનેક કમેન્ટ્સ
વીડિયોને લઈને એક યુઝર્સે લખ્યું કે, “કોન્ડોમની ફ્રી જાહેરાત કરવામાં આવી રહી છે.” બીજા યુઝર્સે કોમેન્ટ કરી, “કે મિડલ ઓવરમાં બેટિંગ કરવા આવેલા બેટ્સમેન કરતા લાંબુ ટક્યો.” અન્ય એક યુઝર્સે લખ્યું કે, “ટીમ ઇન્ડિયા કરતા આ ફુગ્ગો સારુ પ્રદર્શન કરી રહ્યો છે.”