હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણીવાર પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડાની ઘટના તો તમે સાંભળી જ હશે પરંતુ આજે અમે જે ઘટના સામે લઈને આવ્યાં છીએ એવી ઘટના તો આપે ક્યારેક તેમજ ક્યારેય પણ નહી સાંભળી હોય.
પોતાનાં લોકોનો જીવ બચાવવાંને માટે લોકો જાણે શું-શું કરતાં હોય છે. એક ઑસ્ટ્રેલિયન શખ્સે પોતાની પત્નીને શાર્કનાં જડબામાંથી છોડાવવાં માટે એટલાં બધા પંચ માર્યા કે છેવટે શાર્કને પણ ભાગવુ પડ્યું હતું. ત્યારપછીથી આ શખ્સની બહાદુરીની સમગ્ર ઓસ્ટ્રેલિયામાં પ્રશંસા થઇ રહી છે.
સિડનીથી માત્ર 4 કલાકનાં અંતરે આવેલ પોર્ટ મેક્વોયર દરિયાકિનારો છે. અહીં સેંકડો લોકો સર્ફિંગ કરવાં માટે જાય છે. માર્ક રૈપ્લી પણ પોતાની પત્નીની સાથે અહીં સર્ફિંગ કરવાં માટે આવ્યા હતાં. શનિવારે અહીં લોકો સર્ફિંગ કરતાં હતાં કે શાર્કે માર્કની પત્નીનાં જમણા પગ પર હુમલો કર્યો હતો. પ્રથમ વખત તો એનો પગ છોડાવી લીધો પણ બીજી વાર શાર્કે પોતાનાં જડબામાં માર્કની પત્નીનાં જમણા પગને જકડી લીધો હતો.
An Australian man has been hailed a “hero” after repeatedly punching a shark until it released his wife’s leg https://t.co/GdWMXmiV6R
— AFP News Agency (@AFP) August 16, 2020
બસ પછી તો શું થાય, માર્કએ કુલ 10 ફૂટ લાંબા ગ્રેટ વ્હાઇટ શાર્કને એટલાં બધાં પંચ માર્યા હતાં કે શાર્કે એની પત્નીનાં પગને છોડી દેવો પડ્યો હતો. આ સ્થળ પર હાજર અન્ય સર્ફરએ જણાવતાં કહ્યું હતું, કે માર્ક રૈપ્લીએ પોતાની પત્નીની માટે શાર્કને ખૂબ માર્યો હતો. આવી બહાદુરી ખુબ ઓછા લોકોમાં જ જોવાં મળે છે જે શાર્ક જેવાં ભયાનક જીવની સામે પણ લડી શકે છે.
જેમ શાર્કએ માર્કની પત્નીનો પગ છોડ્યો કે એને તાત્કાલિક પેરામેડિક્સ દરિયા પર લઇ આવ્યા હતાં. ત્યાંથી એને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં પણ લઇ ગયા હતાં. હાલમાં માર્કની પત્ની ખતરાથી બહાર છે. ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે શાર્કનાં હુમલાની ઘટના સામે આવતી રહે છે.
આ વર્ષે પણ ઓસ્ટ્રેલિયામાં આ કુલ પાંચમી ઘટના બની છે. જેમાં શાર્કએ કોઇને ખરાબ રીતે ઘાયલ કર્યા હોય. ગયા મહિને પણ તસ્માનિયામાં શાર્કએ ફિશિંગ બોટમાંથી એક માત્ર 10 વર્ષનાં બાળકને જ ખેંચી લીધું હતું પણ એનાં પિતાએ એને બચાવી લીધું હતું. જો, કે આ બાળકને પણ ઘણી ગંભીર ઇજા પણ પહોંચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle