દિવાળીના દિવસે જ તસ્કરો માત્ર ૮ મીનીટમાં ATM માંથી કરી ગયા લાખો રૂપિયાની ચોરી

દિવાળી સમયે અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા કરજણ ગામે તસ્કરોએ દિવાળી ઊજવી છે. તસ્કરોએ અહીંયા આવેલી એક કો-ઓપરેટિવ…

દિવાળી સમયે અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા કરજણ ગામે તસ્કરોએ દિવાળી ઊજવી છે. તસ્કરોએ અહીંયા આવેલી એક કો-ઓપરેટિવ બેંકના એટીએમ મશીનને તોડી અને સેફમાં મૂકેલા રૂપિયાની ચોરી કરી લીધી હતી. એટીએમના સીસીટીવીમાં 3 તસ્કરો કેદ થયા હતા. આ સમગ્ર ઘટનાના કારણે હાહાકાર મચી ગયો હતો. જોકે, પોલીસે બનાવવાળી જગ્યાએ પહોંચીને તપાસ શરૂ કરી હતી.

અત્રે ઉલેખનીય છે કે, હજુ તો થોડા દિવસ પહેલાં પણ મોરથાામાં ATM માંથી તસ્કરોએ ચોરી કરી હતી. ત્યારે આજે બેંક એટી.એમ.ને નિશાન બનાવ્યું હતું. દરમિયાન ગઈકાલે કામરેજના કરજણ ગામે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકને નિશાન બનાવી હતી. તસ્કરોએ કરજણમાં આવેલા બેંકના એટીએમ મશીનમાં ઘુસ્યા હતા અને અને ધાડ પાડી હતી.

ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લગાવામાં આવેલ CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. તસ્કરોએ એટીએમ મશીન તોડી અને 12.56 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. જોકે, સીટીવીમાં આ તસ્કરોએ આબાદ કેદ થયા છે. પોલીસ તપાસમાં આ કોઈ ગેંગનું ષડયંત્ર હોવાનું બહાર આવી શકે છે. કારણ કે એક મહિનાની અંદર જ કરજણમાં આ બીજી ચોરી થઈ છે.

હાલમાં પોલીસ દ્વારા આ જગ્યા ઉપર કબજો મેળવીને તપાસ શરુ કરી દીધી છે. તસ્કરોની મોડ્સ ઓપરેન્ડી જાણવા માટે તેમજ મશીન તોડવાની વધુ તપાસ આદરવા માટે પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે. FSLની મદદ દ્વારા ટેકનિકલ અને ફોરેન્સિક ઇનપૂટના આધારે તપાસ કરવામાં આવશે. જોકે, દિવાળીના ટાણેં જ ત્રાટકેલા તસ્કરોએ એક સાથે 12.56 લાખની મતા ઉઠાવી જતા તસ્કરોએ દિવાળી ઊજવી હોવાની લોકોના મોઢે ચર્ચા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *