18 હજાર ફૂટની ઉંચાઈ પર બરફના પ્રદેશ સિયાચીનમાં હિમસ્ખલન થયું છે, જેમાં દેશની રક્ષા કરતા 4 જવાનો શહીદ થયા છે. સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે આ ઘટના ઘટી હતી. જેમાં બે નાગરિકોના પણ મોત થયા છે.
તસ્વીર સાંકેતિક છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે બપોરે 3.30 વાગ્યે 18 હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન થતાં આર્મીની કેટલીક ચોકીઓ તબાહ થઈ ગઈ હતી. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે પેટ્રોલિંગમાં ગયેલા જવાનો ચોકી પર બિમાર પડેલા એક જવાનને લેવા માટે ચોકી પર જઈ રહ્યા હતા.
તે સમયે હિમસ્ખલન થતાં આર્મીના જવાનો દબાઈ ગયા હતા. આ પહેલા વર્ષ 2016માં અહીં હિમસ્ખલન થયું હતું. જેમાં 10 જવાનો શહીદ થયા હતા.
કારકોરમ ક્ષેત્રમાં લગભગ ૨૦ હજાર ફૂટની ઉંચાઇ પર આવેલા સિયાચિન ગ્લેશિયરને વિશ્વમાં સૌથી ઉંચુ સૈન્ય ક્ષેત્ર માનવામાં આવે છે. જ્યાં જવાનોને ઝડપી અને ઠંડા પવનનો સામનો કરવો પડે છે. ગ્લેશિયર પર ઠંડીની સિઝનમાં હિમસ્ખલનની ઘટનાઓ સામાન્ય છે. અહીં માયનસ ૬૦ ડિગ્રી સુાૃધી તાપમાન પહોંચી જાય છે. અગાઉ પણ અનેક વખત સિયાચિનમાં હિમસ્ખલનને કારણે અનેક જવાનોને પોતાના પ્રાણ ગુમાવવા પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.