અડવાણીએ બચાવ્યું હતું નરેન્દ્ર મોદીનું CM પદ : જાણો વિગતે

Published on: 6:58 am, Sat, 11 May 19

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈ ના મંત્રી મંડળ ના એક સદસ્ય રહી ચૂકેલા પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ શુક્રવારે દાવો કર્યો છે કે 2002માં ગુજરાત ગંગા થયા જેથી અટલબિહારી બાજપાઈ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બરખાસ્ત કરવા માંગતા હતા, પરંતુ આનાથી રિસાયેલા પાર્ટીના નંબર બે ના નેતા લાલ કૃષ્ણ અડવાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રીના પદનો ત્યાગ કરવાની ધમકી આપી, જેથી મોદીનું સીએમ પદ બચી ગયું.

ભોપાલમાં ‘પ્રેસ સે મિલીએ’ કાર્યક્રમમાં આ વિશે પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં ભાજપના પૂર્વ કદાવર નેતા સિંહાએ સંવાદદાતા ને જણાવ્યું કે,” આ એકદમ સાચું છે કે તત્કાલીન પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈ એ ગુજરાતમાં સાંપ્રદાયિક દંગા બાદ આ નિશ્ચિત કરી દીધું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજીનામું દેવું જોઈએ.”

તેમણે કહ્યું કે, “ગોવામાં ભાજપને રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક ભરાણી, જેમાં અટલજીએ મન બનાવ્યું હતું કે મોદી રાજીનામું નહીં આપે તો તેને બરખાસ્ત કરશે.” સિંહાએ કહ્યું કે,” પાર્ટીમાં આના પર મંત્રણા થઈ અને જ્યાં સુધી મને જાણકારી છે, તે પ્રમાણે અડવાણીજીએ આનો વિરોધ કર્યો હતો અને અટલજીને ત્યાં સુધી કીધું કે જો મોદીને બરખાસ્ત કરશો તો હું પણ ગૃહ મંત્રી ના પદનો ત્યાગ કરીશ.” તેમણે આગળ કહ્યું કે, “આ કારણે તે વાત ત્યાં જ અટકી ગઈ અને મોદી પોતાના પગ પર બની રહ્યા.”

મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને નિશાન બનાવતા સિન્હાએ કહ્યું કે ભાજપ હવે અટલ-અડવાણી ની ભાજપ નથી રહી. અટલજીના જમાનામાં વિચારધારાનો ટકરાવ નહોતો. એ એક ઉમેદવારીનો દોર હતો, જે આજે ભાજપમાં સમાપ્ત થઈ ચૂક્યું છે. આજે દેશમાં અસહિષ્ણુતા નું વાતાવરણ પ્રસરી રહ્યું છે. તેમણે કહ્યું કે વર્તમાન માં ચાલી રહેલ લોકસભાની ચૂંટણી અને ધારાસભાની ચૂંટણીમાં પણ ભાજપ પાકિસ્તાન ને મુદ્દો બનાવી રહ્યું છે, જે ખૂબ જ મોટું દુર્ભાગ્ય છે.

સિન્હાએ આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદીની સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી ભારત ૩૭૦ અને ધારા 35a હટાવવા જઈ રહી છે. આ બે મુદ્દાને કારણે દેશમાં ભાગલા પાડવાનું કામ થઇ રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે નોટબંધી અને જીએસટી થી દેશની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે.