હોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ એટલે ‘Avatar’ 2009 બાદ 13 વર્ષના લાંબી રાહ જોયા બાદ ‘Avatar’નો પાર્ટ 2 રિલીઝ થયો છે. પહેલા જ દિવસે ‘Avatar: The Way of Water’એ સાબિત કરી દીધું છે કે પાર્ટ વનની જેમ આ ફિલ્મ પણ કમાણીના મામલે નવા રેકોર્ડ્સ હાંસિલ કરશે. 2 હજાર કરોડના બજેટમાં આકાર પામેલી જેમ્સ કેમરુનની ફિલ્મ અવતારે ઓપનિંગ ડે પર ભારતમાં 41 કરોડથી વધુની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે.
જબરદસ્ત ઓપનિંગની સાથે જ ‘Avatar: The Way of Water’ એ પોતાના નામે એક વિશેષ સિદ્ધિ મેળવી છે. આ કલેક્શનના આંકડા સાથે અવતાર પાર્ટ ટુએ માર્વેલ સ્ટુડિયોની ઘણી ફિલ્મોને કલેક્શનની બાબતમાં પહેલા જ દિવસે પાછળ રાખી દીધી છે. ભારતના સિનેમાઘરોમાં શુક્રવારે રિલીઝ થયેલી ‘અવતાર 2’ એ 41 કરોડની ધમાકેદાર કમાણી કરી છે.
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, સ્પાઈડરમેન નો વે હોમએ 38 કરોડની, એવેન્જર ઈન્ફિનિટી વૉરએ 32.67 કરોડનું જ્યારે ડૉક્ટર સ્ટ્રેન્જ ઈન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસએ 31.30 કરોડનું કલેક્શન આ પહેલા કર્યુ હતું. રિલીઝના પહેલા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 41 કરોડની બમ્પર કમાણી કરી છે. ભારતીય બોક્સ ઓફિસ પર શરૂઆતના દિવસે સૌથી વધુ કલેક્શન કર્યું છે.આ રેકોર્ડ અવતાર ફિલ્મ તોડી શકી હોય પરંતુ રિલીઝ સમયે જ ફિલ્મની એચ.ડી કોપી વેબસાઈડ પર લિક થતાં મેકર્સને માર પડી હતી.
જેમ્સ કેમેરોનની “Avatar: The Way of Water” એ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ છે જેની ચાહકો 13 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ એ ‘અવતાર’ની સિક્વલ છે, જે તેની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને એક અલગ સ્ટોરી સાથે એક શાનદાર ફિલ્મ હતી. 2009 માં ખૂબ વખાણવા માટે રિલીઝ થયેલ, હવે ‘અવતાર: ધ વે ઓફ વોટર’ પેન્ડોરા અને તેના રહેવાસીઓની કહાની ચાલુ રાખી છે. ફિલ્મમાં લેટેસ્ટ VFX ટેક્નોલોજીનો ઉપયોગ ફિલ્મને વધુ સારી બનાવી રહી છે.
અવતાર 2 નું એડવાન્સ બુકિંગ
ગુરુવાર સુધીમાં Avatar: The Way of Water ની 17 કરોડ ટિકિટો વિવિધ ભાષાઓમાં વેચાઈ ચૂકી છે, માત્ર અંગ્રેજી 3Dમાં ફિલ્મે 7.5 કરોડનું એડવાન્સ બુકિંગ કર્યું છે. હિન્દીમાં અવતાર 2 એ ભારતમાં 25 મિલિયન ટિકિટ વેચી છે. આ ફિલ્મ 2000 કરોડના બજેટમાં બની છે. આ ખૂબ જ મોંઘી ફિલ્મ છે અને ફિલ્મે તે પ્રમાણે કમાણી કરવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.