અચાનક જ ચાલુ બુલેટમાં ફાટી નીકળી આગ, પછી તો જે થયું તે…- જુઓ વિડીયો

વાયરલ(Viral): છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક સ્કૂટર(Electric scooter)માં આગ લાગવાની વાત સામાન્ય બની ગઇ છે. આવા સમાચાર દરરોજ સામે આવતા રહે છે. આવી જ એક ઘટના સામે આવી છે પરંતુ આ વખતે સ્કૂટરમાં નહીં પરંતુ આ વખતે ભારતની સૌથી લોકપ્રિય બ્રાન્ડની બાઇક Royal Enfield Classic 350માં આગ(Bullet fire) લાગી છે. મોટરસાયકલમાં આગ લાગવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે આ ઘટનાનો વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ(Viral video) થયો છે.

ક્યાંનો છે આ વિડીયો?
તમને જણાવી દઈએ કે, આ વાયરલ વિડીયો Trippyyogi669 નામના યુઝરે યુટ્યુબ પર શેર કર્યો છે. વિડીયોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના નુબ્રા અને પેંગોંગ વચ્ચેના માર્ગ પર બની હતી. અમે અનુમાન લગાવી શકીએ છીએ કે રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 નો ઉપયોગ આગ લાગી તે પહેલા લદ્દાખના પ્રવાસ માટે કરવામાં આવી રહ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે બાઇકનું ઈલેક્ટ્રીક સ્ટાર્ટર એક્ટીવ થાય તે પહેલા બાઇક રોડની સાઈડમાં પાર્ક કરી હતી અને તે તેની સાઈડ પર પડી હતી. આ પછી, બાઇકમાંથી આગ ફાટી નીકળી હતી જે આ વિડીયોમાં જોઈ શકાય છે અને આ આગની જ્વાળાઓ સતત વધી રહી છે.

આગ કેવી રીતે લાગી?
આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, જો કે, વિડિયોના આધારે, એવું અનુમાન કરવામાં આવે છે કે ઇલેક્ટ્રિક સ્ટાર્ટરમાં ખામીયુક્ત વાયરિંગ સિસ્ટમને કારણે સ્પાર્ક થયો હોઈ શકે છે. જેના કારણે આગ લાગી હતી. આ પહેલા પણ રોયલ એનફિલ્ડ બાઈકમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, અગાઉ, એપ્રિલ 2022 માં, આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં રોડ કિનારે પાર્ક કરેલી નવી રોયલ એનફિલ્ડ બાઇકમાં આગ લાગી હોવાના દાવા સાથે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે સમયે અહેવાલો સૂચવે છે કે મોટરસાઇકલના માલિકે ઘટના પહેલા લગભગ 400 કિમી સુધી તેને નોન-સ્ટોપ ચલાવી હતી. ત્યારે ફરી એક વાર બુલેટમાં આગ ફાટી નીકળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *