આખી દુનિયામાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ભારતમાં ૧૦૦ થી વધારે કોરોના વાયરસના કેસ નોંધાઈ ચૂક્યા છે. આ મહામારીથી અત્યાર સુધી ભારતમાં બે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.કોરોના વાઈરસના વધતા સંક્રમણને નજરમાં રાખતાં કેન્દ્ર સરકારે તેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.
કોરોના વાઈરસના પ્રકોપથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ લોકોને સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે.લોકોને વારંવાર હાથ ધોવા કે સેનેટાઈઝર નો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
જોકે આમ છતાં કોરોના વાયરસ પર લગામ કસવી મુશ્કેલ થઈ રહી છે. આ વચ્ચે ન્યૂયોર્ક યુનિવર્સિટીના લેગોન મેડિકલ સેન્ટરમાં એલર્જી અને ઈન્ફેક્શનના સ્પેશિયાલિસ્ટ પૂર્વી પારીખએ આ જીવલેણ વાઇરસનો નજીકથી અભ્યાસ કર્યો છે.
પૂર્વી પારીખનું કહેવું છે કે કેટલાક લોકો તો પોતાની ખરાબ આદતોને લઈને કોરોના વાઈરસને આમંત્રણ આપે છે.આવું કહીને પૂર્વીએ એવા લોકો તરફ ઈશારો કર્યો છે જેમને મોઢાથી નખ ચાવવાની આદત છે.
પૂર્વી એ જણાવ્યું કે, ‘આપણા નખ વચ્ચે બેક્ટેરિયા, વાઇરસ વાળો કચરો ખૂબ સહેલાઇથી જમા થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ નખને પોતાના દાંત વડે ચાવે છે ત્યારે આ તમામ વસ્તુઓ શરીરમાં સહેલાઈથી દાખલ થઈ જાય છે.’
દરેક સમયે પોતાના ચહેરા, નાક પર કે મોઢા પર હાથ લગાડતા રહે છે. તમારા શરીરમાં વાયરસ આ રીતે સહેલાઈથી જગ્યા બનાવી લે છે.
મોઢામાં નખ ચાવીને તમે ફક્ત કોરોના વાઇરસ જેવા ખતરનાક વાયરસ ઉપરાંત અન્ય તમામ પ્રકારના વાયરસો, ફ્લૂ અને બેક્ટેરિયાના શિકાર પણ થઈ શકો છો.
આ આદતના શિકાર લોકોને કોરોના વાયરસનો સૌથી વધારે ખતરો છે, પછી ભલે તે પોતાની જાતને ગમે તેટલી સ્વચ્છ રાખે. પૂર્વીએ નખ ચાવવાની ખરાબ આદતથી છુટકારો અપાવવા માટે કેટલીક ટિપ્સ લોકો સાથે શેર કરી છે.
1. હાથમાં મોજા પહેરો. જેનાથી નખમાં કચરો જમા નહીં થાય.
2. હાથના નખ માંથી ગંદકીને બહાર કાઢવા માટે મેનિક્યોરનો સહારો લઇ શકાય છે.
3. ચિંગમ ચાવીને તમે નખ ચાવવાની ખરાબ આદતથી છુટકારો મેળવી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.